News of Thursday, 17th May 2018

SGVP ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલનુ ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સ અને કોમર્સ ICSE, ISC બોર્ડનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ

અમદાવાદ તા. ૧૬ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ICSE બોર્ડ દ્વારા લેવાયેલ ધો ૧૦, ધો.૧૨ સાયન્સ અને કોમર્સનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીની ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે

જેમાં ધો ૧૦ માં (ICSEબોર્ડ )

  શાળામાં ૧.પ્રથમ વિશ્વેશ કાનાણી ૯૩.૫૦ ટકા, ૨ ગુંજન લાડુમોર ૯૨.૫૦, ૩.રવિકુમાર ઝાલા ૯૦.૬૭ ટકા

ધો. ૧૨ સાયન્સમાં (ISCબોર્ડ  )

           ૧.વેદ પટેલ ૯૫.૦૦ ટકા  ૨.કુશ ગાબાણી ૯૦.૨૦ ટકા ૩.અંકિત જૈન ૮૯.૬૦ ટકા

ધો.૧૨ કોમર્સ  ( ISCબોર્ડ  )

            ૧.શ્રેયસ્ સોનાર  ૯૦.૨૦ ટકા ૨.ભવ્ય જોગીયા ૮૯.૬૦ ટકા ૩.ઋત્વિક વઘાશિયા ૮૫.૨૦ ટકા

ઉપરોકત પ્રથમ, દ્વિતીય અને તૃતીય સફળ વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્મા કુમારે તેમજ વિદેશ સત્સંગ વિચરણ કરી રહેલ એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ તેમજ તમામ સફળ વિદ્યાર્થીઓને શુભાશિર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

(12:12 pm IST)
  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST