Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સ્‍વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે નવ દિવસ અધિક આરાધના અર્થે બ્રહ્મ મહોત્‍સવ

તપ, વ્રત, સેવા, સાધના અને આરાધના માટે ચૈત્રમાસને શાષાકારોએ અધિક પ્રાધાન્‍ય આપ્‍યું છે

 રાજકોટ,તા.૧૬ : સુરતના વેડરોડ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રભુ પ્રાગટય પૂર્વેના નવ દિવસ અધિક આરાધના અર્થે બ્રહ્મ મહોત્‍સવનું આયોજન કરાયું છે. ચૈત્ર સુદ એકમથી નોમ આ નવ દિવસને સાધકો ચૈત્રી નવરાત્રા તરીકે મનાવે છે. આ સમયમાં કરેલી સાધના તપ વ્રત અનુષ્ઠાન વગેરે વિશેષ આધ્‍યાત્‍મિક બળ આપે છે.

 ગુરૂવર્ય શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી તથા મહંત સ્‍વામીશ્રી દેવ-સાદદાસજી સ્‍વામીના આશીવાદ તથા સુરત ગુરુકુલના મહંત સદગુરુ સ્‍વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસાર બ્રહ્મ મહોત્‍સવ સુરત ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, જસદણ,તરવડા, ઉના,પાટડી, પોઈચા - નીલકંઠધામ, વડોદરા, વિદ્યાનગર, અમદાવાદ, નવસારી, નવી મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર, ડલાસ, ન્‍યૂજર્સી, શિકાગ્રો, લોસ એન્‍જલસ વગેરે દેશ વિદેશના ગુરૂકુલોમાં સંતો ભકતો તથા વિદ્યાર્થીઓ ભક્‍તિભાવ પૂર્વક ઉજવી રહ્યા છે.

પ્રભુસ્‍વામીના જણાવ્‍યાનુસાર સુરતમાં નવ દિવસ સુધી સંતો, હરિભકતો, મહિલાઓ મળી કુલ ૭૨૦૦ ભકતો એકટાણા, ૪૫૦૦ ભકતો ફરાળ, ૧૨૦૦ ભક્‍તો ઉપવાસ , ૨૦૦ ભકતો રોજના ૩ ત્રણ કોળીયા અનાજ જમી ‘‘હરિ ચાંદ્રાયણ'' વ્રત કરી રહ્યા છે. જેમાં સુરત ગુરૂકુલમાં ભણતા ઘો ૧૦ તથા ૧૨ના ૯૪ વિદ્યાર્થીઓ ઉપવાસ કરે છે, ૮૮ વિદ્યાર્થીઓ એક ટાઇમ ફરાળ લે છે. જ્‍યારે ૪૪ વિદ્યાર્થીઓ ચાંદ્રાયણ વ્રત કરી ભગવાનને રાજી કરી રહ્યા છે. આ ઉપરાંત દેશ વિદેશમાં ૧૬૦૦૦ ઘરે પરિવાર સાથે પારણીયામાં ભગવાનને ઝૂલાવવા સાથે અડધો કલાક પૂજન અર્ચન કરી રહ્યા છે.

  ગુરુકુલમાં તા.૯ થી ૧૭ દરમ્‍યાન રોજ સવારે ભગવાનની અભિષેક, શ્રી મહાવિષ્‍ણુયાગ યજ્ઞ, ૫૧ જળાભિષેક યાગ, ૫૧ પારણીયા-ઝૂલા, બીજમંત્રયાગ, જનમંગલયાગ, મહામંત્ર બ્રહ્મજ્‍યોત  મશાલ સાથે પ્રદક્ષિણા, પુષ્‍પ પાંખડી તથા ફળો દ્વારા ભગવાનનું પૂજન, ધર્મનંદન સંકીર્તન, નગરયાત્રા, રાત્રે વિશેષ પ્રભુ આરાધના ભક્‍તિ નળત્‍ય, તથા સત્‍સંગ કથાવાર્તાનો લાભ મહિલા પુરૂષો સવારના ૬ થી રાત્રીના ૧૦:૧૫ દરમ્‍યાન લઈ રહ્યા છે. આજે રાતે સુરત શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલમાં ૧૫થી ૪૦ વરસના ૪૦૦૦ ઉપરાંત યુવાનો તથા મહિલા સાધકો તેમજ મહંત સ્‍વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી , શ્રીપ્રભુ સ્‍વામી તથા રાજકોટથી પધારેલા શ્રી સંત વલ્લભદાસજી સ્‍વામી, શ્રી શ્રીવલ્લભદાસજી સ્‍વામી, શ્રી પૂર્ણ પ્રકાશદાસજી સ્‍વામી, શ્રી ન્‍યાલકરણદાસજી સ્‍વામી વગેરે સંતો આરાધનામાં જોડાયેલા.

(3:47 pm IST)