Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘુસણખોરી ગુજરાતવ્યાપીઃ વાપીના બે શખ્સો ફરારી જાહેર

પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી કલાકારે ચુંટણી પ્રચારમાં ઝંપલાવતા જ ચોંકી ઉઠેલ અમદાવાદ એસઓજી ક્રાઇમના ડીસીપી હર્ષદ પટેલ દ્વારા જાળ બિછાવતા જ પર્દાફાશ : ભારતના બનાવટી આધારકાર્ડ,પાનકાર્ડ આધારે પાસપોર્ટ તૈયાર કરવાનું અમદાવાદના વટવામાં આખુ રેકેટ ચાલી રહયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

રાજકોટ, તા., ૧૭: પશ્ચિમ બંગાળમાં ચુંટણી સમયે જ બાંગ્લાદેશી કલાકાર દ્વારા  બંગાળ પંથકમાં ઉમેદવારોના પ્રચારાર્થે મેદાને પડતા જ દેશભરમાં આવા બાંગ્લાદેશીઓ મોટેપાયે ઘુસ્યા હોવાની શંકા આધારે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશ્નર ડો.હર્ષદ પટેલે આ બાબતે એસઓજીને તપાસ કરવા મેદાને ઉતારવા સાથે બાતમીદારોને કામે લગાડતા જ અમદાવાદના વટવા વિસ્તારમાંથી ગુજરાતમાં ગેરકાયદે બનાવટી દસ્તાવેજો આધારે ઘુસણખોરીના આરોપસર કેટલાક નાગરીકો અને એજન્ટોને ઝડપી લઇ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

પીએસઆઇ વી.વી.ત્રિવેદી, પીએસઆઇ  બી.એમ.પટેલ, પીએસઆઇ એ.વી. શીયાળીયા તથા પીએસઆઇ એમ.એલ. સોલંકીની ટીમ એસઓજી ક્રાઇમના ડીસીપીના આદેશ અનુસાર આવા રેકેટનો પર્દાફાશ કરવા પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન વટવાના કેનાલ રોડ સૌકત પાર્ક, મકાન નં. ૧૩ ના પ્રથમ મજલે અલઅમીન તથા યાસીન ખાન નામના બંન્ને ઇસમો બાંગ્લાદેશી નાગરીકો હોવાનું અને ગુજરાતમાં ખોટા પુરાવા આધારે પોતાનો હક્ક ઉભો કર્યાનું જાણવા મળે છે.

એસઓજીની તપાસમાં ચોંકાવનારી હકીકત એ બહાર આવી કે બીજા ઘણા બાંગ્લાદેશીઓ નાગરીકો ભારતના ખોટા પુરાવાઓ બનાવે છે. ઉપરોકત હકીકત આધારે એજન્ટ મહમદ અલઅમીન મૂળ વતન બાંગ્લાદેશ, (ર) યાસીન પાડા અબ્દુલ કલામ મૂળ વતન બાંગ્લાદેશ હાલ બંન્ને અમદાવાદને ઝડપી લેવામાં આવેલ.

આરોપીઓની પુછપરછમાં એક બીજાની મદદથી ભારતીય ડોકયુમેન્ટો ખોટી રીતે બનાવી પાસપોર્ટ કઢાવતા ઉપરોકત આરોપીઓની પુછપરછમાં વાપીના રફીકભાઇ પઠાણ તથા કુલદીપભાઇ દુબેના નામ ખુલતા એસઓજીએ આગળની તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)