Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

અમદાવાદ એલજી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી :નર્સે વૃદ્ધાને બદલે યુવતીને ઇન્જેક્શન મારી દીધું

યુવતીના પરિવારજનોએ આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી

અમદાવાદના મણિનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ફરજ પર હાજર નર્સ અને બ્રધર્સે જે વૃદ્ધા દર્દીને ડૂટીના ભાગે ઈન્જેક્શન આપવાનું હતું તેની જગ્યાએ મલેરિયાની સારવાર લઈ રહેલી યુવતીને ઈન્જેક્શન લગાડ્યું હતું. યુવતીના પરિવારજનોએ આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે

   મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીમાં રહેતી ચંદ્રિકા મકવાણા નામની યુવતીને મલેરિયા થયો હોવાથી 12 એપ્રિલે સારવાર માટે એલજી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે હોસ્પિટલમાં ફરજ પર હાજર નર્સ અને બ્રધર્સ ચંદ્રિકાને ઈન્જેક્શન આપવા આવ્યા હતા.

    આટલા દિવસમાં એકપણ વાર ઈન્જેક્શન નથી આપ્યું તો હવે ઘરે જવાનું છે. તો શા માટે ઈન્જેક્શન આપો છે તેવું ચંદ્રિકાએ કહ્યું હતું. નર્સે જણાવ્યું હતું કે અમને ડોક્ટરે કહ્યું છે તમને અમારે કહેવાનું ન હોય તેમ કહીં ઈન્જેક્શન લગાવી દીધું હતું.

(1:42 pm IST)