Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આચારસંહિતાના પગલે ચૂંટણી પંચની તાકિદ

મતદાન મથકમાં રાજકારણીઓના નામની તકતી હોય તો ઢાંકી દેજો

રાજકોટ, તા. ૧૭ : મતદાન મથકોમાં રાજકીય પદાધિકારીઓના નામની તકતી હોય તો ઢાંકી દેવા ચૂંટણી પંચે સૂચના આપી છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના નાયબ સચિવ નીતિન આચાર્યએ તમામ જિલ્લા કલેકટરોને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ સંદર્ભે સમાનતાના સ્તરની જાળવણી સાથે મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે. લોક પ્રતિનિધત્વ ધારા-૧૯પ૧ની કલમ ૧૩૦ મુજબ મતદાનના દિવસે મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર કરવો એ ચૂંટણી સંબંધી ગુન્હો છે. એવું ધ્યાને આવેલ છે કે, કેટલાક મકાનો કે જયાં મતદાન મથકો સ્થાપવામાં આવે છે ત્યારે એમપી/એમએલએની ગ્રાન્ટ કે અન્ય સરકારી ફંડથી કરેલ વિકાસ કામો સંબંધી લખાણ/તકતી લગાડેલ હોય છે. જો આમ હોય તો, લોક પ્રતિનિધત્વ ધારા ૧૯પ૧ની ઉપર્યુકત જોગાવઇનું ચૂસ્ત પાલન થાય તે હેતુસર તેને ઢાંકવાની કાર્યવાહી હાથ ધરવી.

(11:38 am IST)