Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વડોદરામાં સિવિલ કોન્ટ્રાકટર અને તેની પત્નીએ ઝેર ઝેર ગટગટાવ્યું પતિનું મોત :પત્નીની હાલત ગંભીર

-મૃતક અલ્પેશને નવ બિલ્ડર પાસે 4 કરોડની રકમ બાકી નીકળતી હોવાથી સતત ટેંશનમાં હોવાથી પગલું ભર્યું :અલ્પેશના સાળા હિમાંશુનું કથન

 

વડોદરાઃવડોદરાના એક સિવિલ કોન્ટ્રાક્ટર અને તેની પત્નીએ ઝેર ગટગટાવી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં કોન્ટ્રાક્ટરને બચાવી શકાયા હતા, જ્યારે તેમના પત્નીની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

   મળતી વિગત મુજબ અલ્પેશ ઠક્કરના 38 વર્ષીય પત્ની હીના રેસકોર્સ સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેની હાલત ખૂબ ગંભીર જણાવાઈ રહી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મામલે વધુ તપાસ હાથ ધરી છે.

   દંપતીએ ક્યા અકળ કારણોસર પગલું ભર્યું તે વિશે અંગે પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાનમાં અલ્પેશ ઠક્કરના સાળા હિમાંશુના જણાવ્યા મુજબ,’અલ્પેશ ઠક્કર અનેક મોટા પ્રોજેક્ટ્સનું હેન્ડલિંગ સંભાળતા હતા. અલ્પેશને નવ બિલ્ડર્સ પાસેથી અંદાજીત 4 કરોડ રૂપિયા જેવી માતબર રકમ લેવાની બાકી નીકળતી હતી. જે આશરે ચાર વર્ષ કરતાં પણ વધારે સમયથી રોકાયેલી હતી. કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતાં હતાં. આથી તેમને આવું પગલું ભરવાની ફરજ પડી હતી.’

(12:30 am IST)