Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બેન્ક કૌભાંડના કારણે લોકો ડિપોઝીટ ઉપાડતા તેને રોકવા સરકારે જ કુત્રિમ અછત ઉભી કરી

કેશસંકટ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આક્ષેપો

અમદાવાદ : દેશમાં કેશસંકટ સર્જાયું છે પૈસાની અછત પ્રવર્તી રહી છે અને મોટાભાગના એટીએમ ખાલી છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે હાલમાં બહાર આવેલ બેન્ક કૌભાંડના કારણે ડીપોઝીટ લોકો ઉપાડી રહ્યા છે તેને રોકવા માટે સરકારે જ કૃત્રિમ અછત ઉભી કરી છે. લોકોએ પોતાની પરસેવાની કમાણી બે્ન્કોમાં ડિપોઝીટ કરાવી છે અને હવે તેમને બેન્કોમાં પૈસાની સુરક્ષા માટે વિશ્વાસ નથી

   અત્રે ઉલ્લેખનીય છે ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી રોકડા પૈસાની ભારે અછત છે અને મોટાભાગના એટીએમ ખાલીખમ છે. બીજીતરફ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્વીકાર્યું છે કે રોકડાની અછત પ્રવર્તે છે તેમણે કહ્યું છે હાલ રાજ્યમાં નાણાંની અછત છે. આરબીઆઇના રિજિયોનલ મેનેજરને આ વાતની જાણ કરવામાં આવી છે.

   આ મામલે નીતિન પટેલે જણાવ્યું છે કે મુખ્ય સચિવ સાથે પણ વાત કરવામાં આવી છે અને વહેલી તકે નાણાં ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આ્વ્યું છે. આ હાલાકીને કારણે ખેડૂતોની તકલીફ વધી છે. આ સંજોગોમાં રોકડ રકમ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. ગુજરાતમાં સાત દિવસથી રોકડ પૈસાની અછત છે અને એટીએમ ખાલી થઈ ગયા છે. જોકે આ સમસ્યાનો બે દિવસમાં ઉકેલ લાવી દેવામાં આવશે.

(11:49 pm IST)