News of Tuesday, 17th April 2018

બનાસકાંઠાની ભાભર પાલિકાના પ્રમુખ વૈકુંઠ આચાર્યનું રાજીનામુ

ભ્રસ્ટાચારના આક્ષેપો અને ભાજપના જ સભ્યોએ વિરોધ ઉઠાવતા રાજીનામુ આપ્યું

બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકાના પ્રમુખ વૈકુંઠ આચાર્યએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે. ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના સભ્યોએ પોતાના પ્રમુખ સામે વિરોધ ઉઠાવતાં આખરે રાજીનામુ આપાવની ફરજ પડી છે.વૈકુંઠ આચાર્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.

  ભાજપના ચૂંટાયેલા 19 સભ્યોએ તેમની સામે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો વિરોધ કરી રહેલા સભ્યોને મનાવવાના પણ પ્રયાસો કરાયા હતા પરંતુ સભ્યો માન્યા નહીં. અને વૈકુંઠ આચાર્યનો વિરોધ કરવામાં મક્કમ રહ્યાં હતા ભાભર નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો ત્યારે ભારે વિરોધ થતાં ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલા વૈકુંઠ આચાર્યએ રાજીનામુ આપી દેતાં હવે પાલિકાના નવા પ્રમુખ કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

(10:46 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST