Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રેપ બનાવોના વિરોધમાં તીવ્ર વિરોધ પ્રદર્શન યથાવત જારી

અપરાધીઓને અતિ કઠોર સજા કરવાની માંગણીઃ શાહઆલમ વિસ્તારમાં ગેંગરેપ સામેના વિરોધમાં પૂતાળા બનાવી દેખાવો : અપરાધીઓને લઇને લોકોમાં ભારે રોષ

અમદાવાદ,તા.૧૭: જમ્મુ કાશ્મીરના કઠુઆ, ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને સુરતમાં હાલમાં બનેલી બળાત્કારની કમકમાટીભરી ઘટનાને લઇને વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. લોકોનો આક્રોશ અકબંધ રહ્યો છે. આરોપીઓને કઠોર સજા કરવાની માંગ કરીને આજે પણ લોકોએ જુદા જુદા વિસ્તારોમાં દેખાવો કર્યા હતા. ધરણા પ્રદર્શન કર્યા હતા. સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે. આજે પણ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. શાહઆલમ વિસ્તારમાં ગેંગરેપના વિરોધમાં પૂતળા બનાવીને દેખાવો કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કઠુઆ, ઉન્નાવ જેવા હાલમાં બનેલા કમકમાટીભર્યા કેસમાં લોકોમાં આક્રોશ યથાવત છે.

દેશના જુદા જુદા ભાગોમાં હાલના દિવસોમાં બળાત્કારના બનેલા બનાવને લઈને નારાજગીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે ગુજરાતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન દોર જારી રહ્યો હતો. અપરાધીઓને અતી કઠોર સજા કરવાની માંગ કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત અને ગુજરાતના અન્ય ભાગોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અને સામાન્ય લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કઠુઆ, ઉત્તર પ્રદેશમાં ઉનાવ, ગુજરાતમાં સુરત જેવા વિસ્તારોમાં હાલમાં બળાત્કારની કમકમાટી ભરી ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે ચાંદખેડા, જમાલપુર, ખોખરા, શાહપુર, દરિયાપુુર વિસ્તારોમાં સ્થાનિક લોકોએ દેખાવો કર્યા હતા. રવિવારના દિવસે દરિયાપુરના ઢાંબગણવાડ વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર સામેના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા.

 

(8:14 pm IST)
  • દૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST