Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ચીખલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનનો પુરવઠો નહીં મળતા કાર્ડ ધારકો પરેશાન

ચીખલી:તાલુકામાં સસ્તા અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતા તાલુકાની કેટલાક સસ્તા અનાજની દુકાનો પુરવઠો મેળવી શકી નથી. જેની સીધી અસર ગરીબ આદિવાસી રેશન કાર્ડ ધારકોને થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી ખાતે સસ્તા અનાજનાં સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં વાહનો દ્વારા અનાજનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. પરંતુ ૧-૧-૧૮ થી અનાજનો પુરવઠો વાહનો દ્વારા પહોંચાડવાનો પરવાનો નર્મદા જિલ્લાનાં રાજપીપળા વિસ્તારના પરવાનેદારને મળતા પરવાનેદાર પાસે માલ વહન માટે પુરતા વાહનો ન હોય આ સિવાય ચીખલી તાલુકાની ભૌગોલિક પરિસ્થિતથી પણ પરેવાનેદાર અજાણ હોય તથા કેટલાકે નાણા મોડા ભર્યા હોય જેના કારણે આવી વિસંગતતા ઉભી થઈ છે. ચીખલી તાલુકામાં સસ્તા અનાજની કુલ ૮૩ જેટલી દુકાનો છે. જેમાં હજુ પણ ર૬ સસ્તા અનાજની છે. જ્યાં અનાજનો પુરવઠો પહોંચવા પામ્યો નથી. સામાન્ય રીતે ૧૫ મી તારીખ સુધીમાં સસ્તા અનાજનો પુરવઠો જે તે દુકાનદારોએ મેળવી લેવાનો હોય છે. સસ્તા અનાજનાં વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતા જેની સીધી અસર ગરીબ આદિવાસી પ્રજા ઉપર પડી છે

(4:30 pm IST)