News of Tuesday, 17th April 2018

રાજસ્થાનના શિહોરી જિલ્લાના માવલ રેલવે સ્ટેશન પરથી ભેદી સંજોગોમાં યુવકની લાશ મળી આવી

અમીરગઢમાં ગુજરાત સીમા પૂર્ણ થતા જ રાજસ્થાનના શિરોહી જિલ્લાના માવલ રેલવે સ્ટેશનેથી થોડાક દૂર વાસડા ગામ પાસે અર્ધનગ્ન હાલતમાં માથુ કપાયેલી યુવતિની લાશ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ હતી. માવલ સ્ટેશનેથી અમીરગઢ તરફ ૨૦૦ મીટર દૂર આવેલા વાસડા પાસેની રેલવે પાટા પર યુવતિની લાશ પડી હોવાની જાણ આબુરોડ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લાશને કબજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં માઉન્ટ આબુ નાયબ પોલીસ અધિક્ષક વિજયપાલિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળ પર ડોગ સ્કવોર્ડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન શિરોહી પોલીસ અધિક્ષક ઓમપ્રકાશજી પણ ઘટના સ્થળે આવ્યા હતા  યુવતિની અર્ધનગ્ન હાલતમાં લાશમાંઅનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. આવી હાલતમાં લાશનુ ધડ અલગ હોવાથી વધુ શંકાઓ જતાં રાજસ્થાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા મરણજનાર યુવતિના આધારકાર્ડના પુરાવા માટે ફીંગરપ્રિન્ટ દ્વારા પણ તપાસ આરંભ કરવામાં આવી  છે.

(4:30 pm IST)
  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST