Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સુરતઃ એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઈટ ત્રણ કલાક મોડી થતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો

સુરતઃ એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઈટ ત્રણ કલાક મોડી થતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો

 

સુરતઃ એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઈટ મોડી થતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારની 7 વાગ્યાની ફ્લાઈટ 3 કલાક મોડી પડતાં યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો  એર ઇન્ડીયાની સુરત-દિલ્હી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા બોર્ડ થયેલાં પેસેન્જરોને ફ્લાઈટમાં 2 કલાક બેસાડી રાખવામાં આવ્યાં હતાં.કોઈ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.

 

   અધિકારીઓએ અન્ય ફ્લાઈટની વ્યવસ્થાને બદલે પૈસા પરત આપવાનું જણાવતાં મામલો બિચક્યો હતો અને 150 જેટલાં પેસેન્જરો સુરત એરપોર્ટ પર અટવાઇ ગયા હતાં.

  અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સવારની 7 વાગ્યાની ફ્લાઇટ 3 કલાક મોડી પડી ત્યારે પેસેન્જરોએ એરપોર્ટ પર રહેલા મેનેજમેન્ટ સાથે માથાકૂટ કરી હતી તેમજ તેઓની બેદરકારીને લઇને પેસેન્જરોએ તેમની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યાં હતાં અને તેઓને પોતાનાં મેનેજમેન્ટની બેદરકારી અંગે પણ વાકેફ કર્યા હતાં. જો કે ફ્લાઇટ મોડી પડવા પાછળનું કારણ ટેક્નિકલ ખામી જણાવાઇ રહી છે.

(11:47 pm IST)
  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST