Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સુરત:હેવાનિયતનો ભોગ બનેલી બાળકીના પરિવાર કે આરોપીની જાણકારી આપનારને બિલ્ડર ઘેલાણી દ્વારા 5 લાખનું ઇનામ જાહેર

સુરત:હેવાનિયતનો ભોગ બનેલી બાળકીના પરિવાર કે આરોપીની જાણકારી આપનારને બિલ્ડર ઘેલાણી દ્વારા 5 લાખનું ઇનામ જાહેર

 

સુરતઃસુરતમાં 11 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલ પાશવી અત્યાચારને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ દ્વારા લોકો સુરતની નિર્ભયાના આરોપીઓને પકડીને કડકમાં કડક સજા આપવા માટે માગણી કરી રહ્યા છે.પોલીસની સાથે સામાન્ય લોકોએ પણ બાળકીના પરીવારને શોધવા અને આરોપીઓની ભાળ મેળવવા માટે મોટા ઇનામની ઘોષણા કરવાનું શરુ કરી દીધું છે.

 

બાળકીના મૃતદેહ મળ્યાના 10 દિવસ થઈ ગયા છતા બાળકીના પરીવારની ઓળખ પણ થઈ શકી નથી.પોલીસે બાળકીના ફોટો સાથે .20000ના ઈનામની જાહેરત કરતા પોસ્ટર છપાવી ઠેરઠેર વહેંચ્યા છે.             
   
સુરતની બાળકી સાથે કરવામાં આવેલ ક્રૂરતાનો ખ્યાલ તેના પરથી આવે છે કે જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે તેના દાંત પર લોહીની સાથે ગાલ પર આંસૂ સુદ્ધા સુકાઈ ગયા હતા.પોલીસે ગુજરાત બહાર પણ બાળકીના પરીવારની ઓળખ માટે પ્રયાસો કર્યા છે જોકે સફળતા મળી નથી. ઘટનાથી સુરતના એક સ્થાનિક ડેવલોપર તુષાર ઘેલાણીએ બાળકીના પરીવાર અથવા તેના આરોપીઓ અંગે જાણકારી આપનારને સરકાર કરતા પણ વધારે રુપિયા 5 લાખનું ઇનામ જાહેર કર્યું છે.

   તેમણે કહ્યું કે, ‘સુરતની ઘટના આપણા માટે શરમજનક છે. રેલી અને પ્રદર્શન તો બીજીવાત છે પરંતુ દોષીઓને પકડીને કડકમાં કડક સજા મળે તેનું કોણ જોશે ? હેવાનીયત માટે અપરાધીઓનું પકડાવું ખૂબ જરુરી છે. માટે જે મે આટલું મોટું રોકડ ઈનામ રાખ્યું છે. જેનાથી આશા છે કે પોલીસને પણ મદદ મળશે. કેમ કે કેટલીકવાર લોકો જાણકારી હોવા છતા આગળ નથી આવતા પરંતુ કદાચ શક્ય છે કે આટલી મોટી રકમ માટે તેઓ આગળ આવે. જાણકારી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવશે.’

   બીજી તરફ સુરત ડાયમન્ટ એસોસિએશનના સભ્યોએ પણ વિરોધ દર્શાવાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત કરી હતી અને શક્ય છે કે એસોસિએશન પણ મામલે મોટું ઈનામ જાહેર કરી શકે છે. બીજી તરફ સુરતમાં અનેક જગ્યાએ કેન્ડલ માર્ચ અને રેલી નીકળી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, ગૃહિણીઓ, ડૉક્ટર્સ સહિત તમામ વર્ગના લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે અને દેશમાં મહિલાઓ સામે વધતા અપરાધમાં પોલીસ અને સરકારની નિષ્ક્રિયતા સામે મોરચો કાઢી રહ્યા છે.

   મામલે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી છે. તો જઘન્ય અપરાધ અંગે પ્રતિક્રિયા આપતા લેખિકા અનૂપ મહેતા કહે છે કે, ‘ઉન્નાવ, કઠુઆ અને હવે સુરતની ઘટના જોતા સાબિત થઈ ગયું છે કે ભારતીય સમાજ તેના અધોપતનની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. માનવી મૂલ્યોની લોકોના મનમાં કોઈ કદર નથી ત્યારે આદર્શો અને આશાની વાત હવે ભૂલી જવી જોઈએ.’

તો બીજીબાજુ  વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ અને ઘટતા જન્મદર આંક માટે રાજ્ય સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, ‘2011માં સ્ત્રી-પુરુષ તફાવત દર 1000 પુરુષોએ 919 મહિલા હતો જે ઘટીને હાલ પ્રત્યેક 1000 પુરુષોએ 854 મહિલા થઈ ગયો છે. એવું લાગી રહ્યું છે કે હવે તો દીકરીઓને માતાની પેટમાંથી બહાર આવતા ડર લાગી રહ્યો છે.’ તો હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર ઠીકરું ફોડતા કહ્યું કે, ‘ છે સાચુ ગુજરાત મોડેલ, અપરાધીઓ સામે પોલીસ અને સરકાર લાચાર થઈ ગઈ છે. હવે ન્યાય માટે લોકોએ બહાર આવવું પડશે.’

(11:32 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST