News of Monday, 16th April 2018

પાદરાના રણુંમાં દિયરના ત્રાસથી કંટાળી ભાભીએ મોતનેઘાટ ઉતારી દીધો

પાદરા :તાલુકાના રણુ ગામે આજે સવારે ચોંકાવનારી ઘટનાથી ચકચાર મચી ગઇ હતી સગા ભાભી એ જ તેના દિયરને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગાળાગાળી કરતા દિયરથી ત્રાસેલી ભાભીએ દિયરનું કટર ચાકુ આંચકી લઇ ખચાખચ ઘા ઝીંક્યા દિયરે દાતરડું માગતા ભાભીએ નહીં આપતા ગ્ તેમ ગાળો આપતા દિયર પર ગુસ્સે ભરાયેલી ભાભીએ કટર ચપ્પુ વડે દિયરની હત્યા કરી હતી. દિયરના જ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ભાભી એ દિયરના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા માર્યા હતા. અવારનવાર હેરાન કરતા દિયરને ભાભીએ મોત ને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ લોહી વાળું ચપ્પુ (કટર) તેમજ કપડા ધોઇ તેમજ હત્યા કરેલ ઓરડામાં પડેલ લોહી લૂછી કાઢી અને ચંપલ સંતાડી પુરાવાનો નાસ કર્યો હતો. પાદરા તાલુકામાં એક જ મહિનામાં ત્રણ હત્યા ના બનાવો બનતા સમગ્ર પાદરા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. છેલ્લા સાત વર્ષથી દિયરના છુટા છેડા થઇ જતા તે ભાભીને હેરાન કરતો હતો. જ્યારે તેમની વિધવા દીકરી પિયરમાં રહેતી હતી જેના કારણે અવારનવાર તે બાબતને લઇ ને ઘરમાં બોલાચાલી અને તકરાર થતી રહેતી હતી. આજે સવારે પણ બોલાચાલી થવા પામી હતી, દાતરડું માગવા બાબતે તકરાર થતા જેના કારણે ભાભી ને ગુસ્સો આવતા ભાભીએ દિયરના ગળાના ભાગે કટર વડે ઘા ઝીંકી દિયરને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપી કુસમબેન નગીનભાઇ પરમાર (ભાભી) એ તેના દિયર રાયસંગ રૃપાભાઇ પરમારની હત્યા કર્યાનો ગુનો નોંધાયો છે. ઘરના તમામ સબ્યો બહાર હતા ત્યારે આ હત્યાને ભાભીએ અંજામ આપ્યો હતો. પાદરા પોલીસે હત્યારી ભાભીને અટકાયત કરી હતી. આત્મહત્યામાં ખપાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પાદરા પોલીસે કડકાઇથી પુછપરછ કરતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. એક તરફ દિયર અને ભાભી વચ્ચે આડા સંબંધ હોવાનું પણ ગામમાં ચર્ચાઇ રહ્યું છે.
 

(8:01 pm IST)
  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST