Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગુજરાત એનર્જી ડેવલપમેન્‍ટ એજન્‍સી દ્વારા ૧૧૮ સોલાર રૂફટોપ પેનલ મેન્‍યુફેકચરરની સબસીડી મંજુર થઇ પરંતુ બાકી રહેતા ર૦૦ કરોડ હજુ સુધી કેન્‍દ્ર સરકારે આપ્‍યા નથી

 

અમદાવાદઃ સોલાર રૂફટોપ મેન્યૂફેક્ચરર સામાન્ય રીતે ગ્રાહકોને સબસિડીનો લાભ આપતા હોય છે અને બાદમાં સબસિડી કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી વસૂલ કરતા હોય છે. પરંતુ ગત સપ્ટેમ્બર મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીનું બાકી પેમેન્ટ નથી કરવામા આવ્યું. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 118 સોલાર રૂફટોપ પેનલ મેન્યુફેક્ચરરની સબસિડી મંજૂર કરવામાં આવી છે છતાં તેમને હજુ સુધી બાકી રહેતા 200 કરોડ મળ્યા નથી.

રેસિડેન્સિયલ સોલાર રૂફટોપ સિસ્ટમની પોલિસી મુજબ મહત્તમ 2 કિલોવૉટ માટે કિલોવૉટ દીઠ રાજ્ય સરકાર દ્વારા 10 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જ્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા કિલોવૉટ દીઠ 20,700 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. સોલાર રૂફટોપ સિસ્ટમના 1 કિલોવૉટીનો ખર્ચો 60,000 થતો હોય છે અને બંને સરકારની સબસિડી બાદ કર્યા પછી ગ્રાહકને કિલોવૉટ દીઠ 41000 રૂપિયામાં સોલાર પડે છે.

રૂફટોપ પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ કુલ 118 મેન્યુફેક્ચરરની સબસિડી મંજૂર કરી હતી. મેન્યુફેક્ચરરે ગ્રાહકને સબસિડી કાપીને સોલાર આપવાની હોય છે બાદમાં ગવર્નમેન્ટ પાસેથી મળતી સબસિડી વસૂલવાની હોય છે. આવી સબસિડીની પ્રક્રિયા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) કામ કરે છે.

સોલાર ફેડરેશનના ચેરમેન રાજેશ જોશીએ કહ્યું કે, “ગત સપ્ટેમ્બર મહિનાથી કેન્દ્ર સરકાર પાસેથી સબસિડીના 200 કરોડ રૂપિયા મળ્યા નથી. પૈસા મળ્યા હોવાના કારણે નાણાની તંગી અનુભવી રહ્યા છીએ.” જેમને પણ રૂફટોપ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવી હોય તેવા લોકો આવા કોઇ આવા કોઇ ચેનલ પાર્ટનરનો સંપર્ક સાધતા હોય છે. જે બાદ ચેનલ પાર્ટનર ગ્રાહકના યોગ્ય દસ્તાવેજો સાથે GEDAમાં ઓનલાઇન અરજી કરે છે. GEDA દ્વારા મંજૂરી પત્ર ઇસ્યૂ કરવામાં આવે છે અને તેને જે-તે એરિયાના ઇલેક્ટિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં મોકલી ગ્રાહક સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માગતો હોવાની જાણ કરવામાં આવે છે.

એક વખત મંજૂરી પત્ર મળી ગયા બાદ ચેનલ પાર્ટનર સોલાર પેનલ લગાવી જાય છે, તેના ફોટાઓ પાડે છે અને ગ્રાહકની ઇનવોઇસ બનાવે છે. સબસિડી માઇનસ કરીને તેઓ કસ્ટમર પાસેથી પેનલનો ખર્ચ ઉઘરાવી લેતા હોય છે. તમામ પ્રક્રિયા થઇ ગયા બાદ ચેનલ પાર્ટનર દ્વારા સબસિડી રિલીઝ કરવા માટે GEDAમાં અરજી કરવામાં આવે છે.

GEDAના ડાયરેક્ટરે કહ્યું કે, “પેમેન્ટ બાબતે ગુજરાત સરકાર ડિફોલ્ટ નથી થઇ અને ફંડ પણ રિલીઝ કરી દીધું છે. અમુક સમસ્યાના કારણે MNRE દ્વારા હજુ સબસિડીનું ફંડ રિલીઝ કરવામા નથી આવ્યું. અમે સતત તેમના સંપર્કમાં છીએ. એપ્રિલના અંત સુધીમાં સબસિડી રિલીઝ થઇ જશે.”

(7:35 pm IST)
  • BSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST