Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નવસારીના હનુમાન બારી ગામ પાસે ગોજારો અકસ્‍માતઃ પિતા-પુત્રીનું મોતઃ રોષે ભરાયેલા લોકોએ ટેમ્‍પો ચાલકને મેથીપાક ચખાડીને પોલીસને સોંપી દીધો

નવસારીના હનુમાન બારી ગામ પાસે ગોજારો અકસ્‍માતઃ પિતા-પુત્રીનું મોતઃ રોષે ભરાયેલા લોકોએ ટેમ્‍પો ચાલકને મેથીપાક ચખાડીને પોલીસને સોંપી દીધો

નવસારી: વાંસદા તાલુકના હનુમાનબારી ગામ નજીક  પિતા અને પુત્રી દવા લઈને ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા આઈસર ટેમ્પાએ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે પિતા અને પુત્રીનું મોત થયું હતું.

તો ટેમ્પો ચાલક નશામાં હોવાથી તેને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈને અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.

અહીં સવાલ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂ ની રેલછેલ રહી છે અને ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. અને જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે. ત્યારે દારૂના કારણે પિતા અને પુત્રી મોતને ભેટ્યા છે.

અક્સમાત સર્જાતા ઘટનાસ્થળ પર લોકોનું ટોળુ એકઠુ થઈ ગઈ હતું. અને રોષે ભરાયેલા લોકોએ ટેમ્પો ચાલકની મેથીપાક ચખાડ્યો હતો. અને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને ટેમ્પો ચાલકની અટકાયત કરી છે.

તો તરફ એક પરિવારના 2 સભ્યોના મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. અને પરિવાર પર આભ તુટી પડ્યું છે.

(7:33 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST