Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

અમદાવાદ-વારાણસી એક્સપ્રેસના સમયમાં ફેરફાર: અમદાવાદ- તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને 25 મે સુધી લંબાવાઈ

અમદાવાદ-તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનની સમયબદ્ધતામાં સુધારણા કરવા માટે અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસના અમદાવાદ મંડળના કેટલાક સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે. તો  યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ -તિરુચિરાપલ્લી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જે 30 માર્ચ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનને લગતી વિગતો આ પ્રમાણે છે

યાત્રીઓને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ અવલોકન શકે છે.

• 30 માર્ચ 2023 થી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી 21:55 ના બદલે 21:45 વાગ્યે ઉપડશે અને સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:13 /22:15. ને બદલે 22:01/22:03 રહેશે.

28 માર્ચ 2023 થી ટ્રેન નંબર 14708 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસનાઆ ગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 21:40/21:55 ને બદલે 21:45/21:55 કલાક, સાબરમતી સ્ટેશન પર 22:16/22:18 કલાકને બદલે 22:14/22:16 કલાક, કલોલ સ્ટેશન પર 22:35/22:37 કલાકને બદલે 22:36/22:38 કલાક તથા મહેસાણા સ્ટેશન પર 23:24/23:26 કલાકને બદલે 23:15/23:17 કલાક રહેશે. અન્ય સ્ટેશનો પર આ ટ્રેનોના પરિચાલનસમય યથાવત રહેશે.

અમદાવાદ-તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ -તિરુચિરાપલ્લી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જે 30 માર્ચ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર 09419 ના લંબાવેલા ફેરા માટે બુકિંગ 18મી માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ કુલ 16 ટ્રિપ્સ

ટ્રેન નંબર 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ 25મી મે, 2023 સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:45 કલાકે તિરુચિરાપલ્લી હોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ 28મી મે, 2023 સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલાબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, આરાકોણમ, પેરંબુર, ચેન્નાઈ એગમોર, તાંમ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ,કંડલૂર પોર્ટ. , ચિદમ્બરમ, શીપકષિ, વૈદ્દીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

(9:01 pm IST)