Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

સુરત સાયબર સેલે આરોપીઓને દિલ્‍હીથી પકડવા સાથે ખાતાઓ ફ્રીઝ કરાવી ૩૨ લાખ ૪૦ હજાર પરત પણ અપાવ્‍યા

વગર વ્‍યાજની લોનની લાલચમાં સાયબર માફિયા ગેંગની જાળમાં ફસાયેલ ફરિયાદીને પોલીસમા ઇશ્વરના દર્શન જેવો અનુભવ થયો : સીપી અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ અને પીઆઇ હડિયાં ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ, તા.૧૭: વગર વ્‍યાજે લોન મેળવવાની લાલચમાં આવી ગયેલ એક વ્‍યપારીએ ખોટા નામો ધારણ કરનાર શખ્‍સની લાલચમાં ફસાયેલ શખ્‍સ પાસેથી વિવિધ ચાર્જના નામે ૩૨ લાખ ૪૦ હજાર ગુમાવનારા ગુમાવનાર શુખ્‍સના કેસ હજુ ચાલવા પર છે તેવા સમયે દિલ્‍હીથી પકડાયેલા આરોપીઓના વિવિધ ખાતામાં પડેલ રકમ સુરત સાયબર ક્રાઇમની કુનેહથી ખાતામાંથી  આરોપીઓ દ્વારા કોઈ રીતે ઉપાડી ન લેવામાં આવે તે રકમ ફરિયાદીને પોલીસ કમિશનર અજયકુમાર તોમર , એસીપી યુવરાજસિંહ જાડેજા તથા ભૂતકાળમાં રાજકોટમાં યશસ્‍વી ફરજ બજવનારા પીઆઇ શ્રી. હડિયની ઉપસ્‍થિતિમાં પુરેપરી રકમ પરત અપાવી પ્રજાલક્ષી નીતિનો વધુ એક વખત પરિચય આપ્‍યો છે.

(12:01 pm IST)