Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

વેદનું જ્ઞાન તમામ જ્ઞાનમાં સૌથી પ્રાચીન : હિન્‍દુ ધર્મ વે ઓફ લાઇફ

ઇસરોના વૈજ્ઞાનિક ડો. ઓમપ્રકાશ પાંડેએ અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનમાં કહ્યું : વિજ્ઞાન ન પહોંચે ત્‍યાં વેદ પહોંચે છે, અન્‍ય ધર્મોમાં વ્‍યકિત વિશેષ-કાળ વિશેષનું મહાત્‍મય

વડોદરા,તા. ૧૭ : પヘમિના કેટલાક દેશ કહે છે કે ભારતમાં માત્ર કાલ્‍પનિકતાઓ છે. પરંતુ ખરેખર વાસ્‍તવિકતાઓનો ભંડાર છે. જેઓએ પૂર્ણ વિજ્ઞાન જાણવું હોય તેઓએ ઋષિઓના ચરણોમાં બેસવું આવશ્‍યક છે. એવી વાત, વેદોમાં સૃષ્‍ટિ વિજ્ઞાન અંગે બોલતા ઇસરોના વૈજ્ઞાનિક ડો.ઓમપ્રકાશ પાંડેએ દોહરાવી હતી.

શહેરના ગાજરાવાડી મહાદેવ તળાવ સામેની શ્રીમહારૂદ્ર હનુમાન સેવા સંસ્‍થાન અંતર્ગત ગોપાલનગર ગ્રાઉન્‍ડમાં યોજાયેલા અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનમાં આર્ષ વિદ્યામંદિરના પૂ.પરમાત્‍માનંદજી મહારાજે ભક્‍તોને ઉલ્લેખ્‍યુ હતુ કે, વેદનું જ્ઞાન તમામ જ્ઞાનમાં સૌથી પ્રાચીન છે. વરાહ અવતારમાં ભગવાને સૃષ્‍ટિની રચના કરી સપ્‍તઋષિઓને આપી હતી. વેદને ધારણ કરવો એટલે સાક્ષાત ભગવાનને ધારણ કરવા સમાન છે. વેદની રક્ષાએ આપણું ઋષિ ઋણ છે. સૌથી મહત્‍વની વાત તો એ છે કે સદીઓથી ચાલી આવતી પરંપરામાં લેશમાત્ર ફેરફાર થયો નથી.

સમગ્ર વિશ્વના પ્રબુધ્‍ધોએ કહ્યુ છે કે હિન્‍દુ ધર્મ-વે ઓફ લાઇફ છે. જેથી, આપણે સૌ વૈદિક છીએ જે સાથે સનાતન ધર્માવલી લાંબી છે. વિજ્ઞાન શાખાઓની વાત વેદમાં છે. તદુપરાંત વેદ વિજ્ઞાન પણ છે. જ્‍યાં, વિજ્ઞાન ન પહોંચી શકે ત્‍યાં વેદ પહોંચી શકે છે. વિશ્વમાં સર્વગ્રાહી દ્રષ્‍ટિ પ્રદાન કરે છે. બીજા ધર્મ વ્‍યકિત વિશેષ કાળ વિશેષમાં ઉત્‍પન્‍ન થયા હોવાની નુક્‍તેચીની પણ કરી હતી. (૨૨.૫)

શ્રીરામજી-શ્રીકૃષ્‍ણના સમયે વૈદિક સંસ્‍કૃતિ હતી

મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામજીનું પ્રાગટય વૈદિક પરંપરા-સંસ્‍કૃતિમાં થયું હતું. પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રીકૃષ્‍ણે પણ વૈદિક પરંપરામાં જન્‍મ લીધો હતો. સાંદીપની આશ્રમમાં વૈદિક સંસ્‍કાર પણ પ્રાપ્‍ત કર્યા હતા.

- ડો. હરિશ વ્‍યાસ

(10:48 am IST)