Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી કાજલ દવે ખુદ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

શિક્ષક પાસે NOCમાં સહી કરવા માટે 10 હજાર રૂપિયાની માંગ કરી હતી

દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી કાજલ દવે ખુદ લાંચ લેતા ACBના સકંજામાં આવ્યાં છે. આ અધિકારીએ એક શિક્ષક પાસે NOCમાં સહી કરવા માટે 10 હજાર રૂપિયાની માંગ કરી હતી. પરંતુ શિક્ષકે આ બાબતે ACBને જાણ કરતાં છટકુ ગોઠવવામાં આવ્યું અને અધિકારીને રંગેહાથે 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. આ ઘટના બાદ સમગ્ર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

  પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદમાં શિક્ષણાધિકારીની કચેરીમાં ગોધરા અને દાહોદની ACBની ટીમે અચાનક રેડ પાડી હતી. આ રેડમાં ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી જ લાંચ લેતા ઝડપાઈ ગયાં હતાં. શરૂઆતમાં તેમણે ACBની ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું પરંતુ બાદમાં તેમની શાન ઠેકાણે આવી ગઈ હતી. ACBની ટીમ તેમને વધુ પુછપરછ માટે લઈ ગઈ હતી.

   
(12:03 am IST)