Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

વિરમગામ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

વિરમગામમાં દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપવામાં આવી, વૃદ્ધાશ્રમના વડીલોને ભેટ, વિકાસ ડે કેર સેન્ટરના દિવ્યાંગ બાળકો માટે ટીવી, સગર્ભા બહેનોને સુખડી અને ટીબીના દર્દીઓને આયુર્વેદિક દવાનું વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાનોના વરદહસ્તે  વૃદ્ધાશ્રમના વડીલોને બેગ ભેટમાં આપવામાં આવી, વિકાસ ડે કેર સેન્ટરના દિવ્યાંગ બાળકો માટે ટીવી ભેટ આપવામાં આવ્યુ, સગર્ભા બહેનોને સુખડી વિતરણ અને ટીબીના દર્દીઓને આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિરપુર વીડ ખાતે અબોલ પશુઓને નિરણ કરાવવામાં આવ્યુ હતુ. વિરમગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્યો ડો.તેજશ્રીબેન પટેલ, વજુભાઇ ડોડીયા, પ્રાગજીભાઇ પટેલ દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ નગરપાલીકાના ઉપ પ્રમુખ દિપાબેન ઠક્કર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મંત્રી નવદિપભાઇ ટોડીયા, જીલ્લા ભાજપ મંત્રી કિર્તીબેન આચાર્ય, વિરમગામ નગરપાલીકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, મિલનભાઇ ઠક્કર, દેવાભાઇ ઠાકોર, મિતેશભાઇ આચાર્ય, હિતેશભાઇ મુનસરા, કામિનીબેન મુનસરા, રણજીતભાઇ ડોડીયા સહિત કાઉન્સીલરો, ભાજપના હોદ્દેદારો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપાબેન ઠક્કરે જણાવ્યું હતું.

(10:41 pm IST)