Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

સુરતના અલથાણા વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં ધમધમતા દારૂના જુગારધામ પર પોલીસે દરોડા પાડી ત્રણ મહિલા સહીત 10 શખ્સોને ઝડપી પાડયા

સુરત: શહેરના અલથાણ-પાંડેસરા ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં દરોડા પાડી ખટોદરા પોલીસે ત્રણ મહિલા સહિત 10ને ઝડપી પાડી દારૂ સહિત રૂા. 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

ખટોદરા પોલીસે અલથાણ ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં દરોડા પાડી દારૂની મહેફિલ માણતા શૈલેષ રમણ પટેલ (ઉ.વ. 40) પ્રતીક અરવિંદ પટેલ (ઉ.વ. 39), વિરલ અર્જુન પટેલ (ઉ.વ. 31), જય ઝવેરભાઇ પટેલ (ઉ.વ. 36), નીલ ધનસુખ પટેલ (ઉ.વ. 23), પુકાર દોલત પટેલ (ઉ.વ. 32) અને પીન્કેશ અરવિંદ પટેલ (ઉ.વ. 34) અને ત્રણ મહિલા સહિત 10ને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. 

પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા ઉપરોકત તમામ પાસેથી 9 મોબાઇલ ફોન કિંમત રૂા. 3.40 લાખ, રોકડા રૂા. 28 હજાર, બિયરના ત્રણ ખાલી અને ત્રણ ભરેલા ટીન, સ્કોચ વ્હીસ્કીની બે બોટલ કુલ રૂા. 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

(5:57 pm IST)