Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

કોરોના કેસ વધતા અમદાવાદની ખાનગી હોસ્‍પિટલોમાં 21 ટકા જેટલા બેડ ફુલ થઇ ગયાઃ સોલિડ વેસ્‍ટ વિભાગના 225 સભ્‍યોની ટીમ તપાસ અભિયાનમાં

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલો ફુલ થવા લાગ્યા છે. જો કે, ખાનગી હોસ્પિટલોમાં 21 ટકા જેટલા બેડ ફુલ થઈ ગયા છે. જયારે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં ફરી એકવાર કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેથી હોસ્પિટલોમાં ખાલી બેડ અંગે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું કડક અમલ કરાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ તપાસ અભિયાન હાથ ધરાશે.

રાત્રે 10 વાગ્યા બાદ બસોને શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની વધી ચિંતા ગઈ છે. જોકે, બીજી તરફ અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટર્સે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે સરકારને અપીલ કરી કે પ્લેન અને ટ્રેનની જેમ તમામ બસ ઓપરેટર્સને પણ સગવડ મળે એ જરૂરી છે. રાત્રે 10 વાગ્યા બાદ 500 જેટલી બસોનું અમદાવાદમાં આવાગમન થતું હોય છે ત્યારે તમામ પેસેન્જરોની મુશ્કેલી વધશે. થોડા દિવસમાં હોળી અને ધુળેટી આવી રહી છે ત્યારે સરકારના નિર્ણયથી મુસાફરો મુસાફરી ટાળશે. જે લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યા હતા તેઓ હવે બુકીંગ કેન્સલ કરાવી રહ્યા છે.

મુસાફરોમાં કોરોનાનો ડર વધશે, જેથી તેની સીધી અસર આવક પર પડશે. રાજસ્થાન, એમપીમાં પરીક્ષાઓ માટે પણ હાલ બુકીંગ થઈ રહ્યા હતા તેના પર અસર પડશે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જવા કોરોના ટેસ્ટ ફરજિયાત થયો ત્યારથી જ લોકો હેરાન થતા હતા. હાલ સમય 12 વાગ્યા સુધીનો હતો, તેના કારણે સમસ્યા ઘટી હતી. પણ હવે ફરી શહેરના બોર્ડર પર મુસાફરોને ઉતરવા પડશે જેથી સમસ્યાઓ વધશે.

શહેરના વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા

​​​​​​​સિલ્વર ગાર્ડનિયા, ગોતા

ઇડન ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદલોડિયા

વિક્રમનગર કોલોની, બોડકદેવ

શાયોના પુષ્પ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા

સુપ્રભ એપાર્ટમેન્ટ, બકેરી સિટી, વેજલપુર

મહા શક્તિ સોસાયટી, જીવરાજપાર્ક

ગાર્ડન રેસિડન્સી, સાઉથ બોપલ

કાન્હા પાર્થ સારથી એવન્યુ, જોધપુર

સમય રેસિડન્સી, નિકોલ

અયોધ્યાનગરી, ડી. કેબિન, ચાંદખેડા

અક્ષર હીલ, ચાંદખેડા

આદિત્ય ગ્રીન્સ, ન્યુ સીજી રોડ, ચાંદખેડા

તુલસી શ્યામ ફ્લેટ, ભીમજીપુરા, જૂના વાડજ

કોરોનાના કેસ વધતા અમદાવાદમાં તમામ પાર્ક બંધ કરવા સૂચના

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા તમામ પાર્ક અને ગાર્ડનને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19 મહામારીને પહોચી વળવા શહેરના તમામ બાગ-બગીચાઓ, કાંકરીયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય વગેરે આવતીકાલ 18 માર્ચ 2021થી અન્ય હુકમ ના થાય ત્યા સુધી સંપુર્ણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

(5:03 pm IST)