Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

LRD ભરતી વિવાદ : મામલે હાઇકોર્ટે 358 મહિલા ઉમેદવારોની વાંધા અરજી સ્વીકારી : સરકારને નોટિસ ફટકારી: માંગ્યો જવાબ

અમદાવાદ : રાજ્યમાં ખૂબ ગાજેલો લોકરક્ષક દળની ભરતી મામલે ભરતીની 380 મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં વાંધા અરજી કરી હતી અને કોર્ટે તેમની વાંધા અરજી સ્વીકારતા સરકારને નોટિસ પણ ફટકારી છે

  ગુજરાત હાઇકોર્ટે નવી ભરતી ના સૂચિત લિસ્ટમાં  બીન અનામત વર્ગ ની બાકી રહી જતી કુલ 1578 પૈકી 880 સિવાય ની બાકી રહેતી જગ્યામાં 358  મહિલા ઉમેદવારોની વાંધા અરજી સ્વીકારી સરકારને નોટિસ ફટકારી 30 માર્ચ સુધી માં જવાબ રજુ કરવા આદેશ કર્યો હતો

   આ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે 2012માં નિયમ અનુસાર જે 33 ટકા ભરતી થવી જોઈએ તે પ્રમાણે ભરતી કરાઈ નથી. 10 માર્ચે જે સરકારે લિસ્ટ જાહેર કર્યું છે તેમાં જાહેરાત અનુસાર જનરલ કેટેગરીની 1,578 જગ્યા હતી  તેમાંથી ફક્ત 880 જગ્યાઓ ભરી અને બાકીની જગ્યાઓ બીજી કેટેગરીમાં ફાળવી દેવામાં આવી છે

આ તમામે તમામ 1,578 જગ્યા મહિલાની બીન અનામત વર્ગની કેટેગરીને જ મળવી જોઈએ તથા જે 3/9/2014ના આધારે ભરતી કરવામાં આવી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી અને ગેર કાયદેસર છે કારણ કે તે પરિપત્ર આ નિયમો વિરુદ્ધ છે

અત્રે ઉલ્લેખનીય છે કે લોક રક્ષક દળ ની ભરતી નો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે અને આ અંગે પહેલેથી જ હાઇકોર્ટ સમક્ષ 2 પિટિશન પેન્ડિંગ છે તેવામાં આજે આ ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે.

(11:18 pm IST)