Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મોડાસા તાલુકામાં વીજ તંત્રની બેદરકારીને લીધે ખેતરોમાં ઘઉંનો ઉભો પાક બળવા લાગ્‍યો : વણિયાદ ગામે વીજ તારના તણખાઅે પાંચ વિઘામાં ઉભેલા ઘઉંના પાકનો નાશ કર્યો : વણિયાર ગામે વીજ લાઇનો જીવતો તાર ખેતરમાં પડતા વિઘા જમીનનો પાક રાખમાં ફેરવાયો : ખેડૂતોની હાલત કફોડી

મોડાસા : તાલુકામાં વીજ તંત્રની બેદરકારીને લીધે ખેતરોમાં ઘઉંનો ઉભો પાક તણખાઅે પાંચ વિઘામાં ઉભેલા ઘઉંના પાકનો નાશ કર્યો હતો. વણિયાર ગામે વીજ લાઇનનો જીવતો તાર ખેતરમાં પડતા ૮ વિઘા જમીનનો પાક રાખમાં ફેરવાયો હતો. આથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

વીજ તંત્રના પાપે ખેતરોમાં ઘઉંનો ઉભો પાક બળવા લાગ્યો છે. શોર્ટ સર્કીટના કારણે તણખા ઝરતાં અનેક જગ્યાએ તૈયાર થઈ ગયેલો પાક બળી જવાને કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે. દરમિયાન વણિયાદ ગામે નહેરૃકંપા માર્ગ ઉપર આવેલ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનનો તાર તૂટયો હતો. જીવતો વીજ વાયર પડવાને કારણે તણખા ઝરતાં જોતજોતામાં આગ લાગી જતાં પાંચ ખેડૂતોના ખેતરમાં તૈયાર થઈ ગયેલ ઘઉંનો પાક બળીને રાખનો ઢગલો થઈ ગયો હતો. ખેતરોમાં આગ લાગતાં ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં ૮ વીધા જમીનમાં તૈયાર ઘઉંનો ઉભો પાક બળી ગયો હતો. આગ લાગવાને કારણે પ૦૦ મણ ઘઉં બળીીને ખાખ થઈ ગયા હતા.

આ જ રીતે શીણાવાડ ગામે પણ અરવિંદભાઈ મોહનભાઈ પંચાલના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખા ઝરતાં ઘઉંનો પાકમાં આગ લાગી ગઈ હતી. ખેડૂતે આઠ વીઘામાં વાવેતર કર્યુ હતુ જો કે આગ લાગગવાનાા આ બનાવમાં પાંચ વીઘા વાવેતરમાંનો ઉભો પાક બળીને રાખ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલ લોકોએ પાણીનો મારો ચલાવી માંડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવને પગલે વણિયાાદ અઅને શીણાવાડમાં વીજ તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી હતી.

વણિયાદ-નહેરૃકંપા માર્ગ ઉપર જીવંત વીજ તાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતતા. સતત લોકોની અવર જવરથી ધમધમતા માર્ગ ઉપર વીજ તાર પડયો તે સમયે સદનસીબે કોઈ વાહન કે રાહદારી પસાર થયો ન હતો.નહીતર મોટી જાનહાની થઈ ગઈ હોત.વીજ તાર રસ્તા વચ્ચે પડતાં રોડની બંને બાજુ લોકોને થોભી જવાની ફરજ પડી હતી.

(12:41 am IST)