Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વ્‍યારાના માયપુર ગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રક પકડાઇ : વિદેશી દારૂ મકાઇની ગુણીની આડમાં જામનગર લઇ જવાનો હતો : ટ્રક સાથે બેની ધરપકડ

તાપીઃ  વ્‍યારાની માયપુર ગામની સીમમાંથી દારૂ ભરેલો ટ્રક પકડાયો છે. વિદેશી દારૂ મકાઇની ગુણીની આડમાં જામનગર લઇ જવાતો હતો. પોલીસે ટ્રક સાથે બે શખ્‍સોની ધરપકડ કરી છે.

માહિતીને આધારે સુરત રેન્જ RR સેલની ટીમે તાપીના વ્યારાના માયપુર ગામની સીમમાંથી પસાર થઈ રહેલી ટ્રકને અટકાવી તપાસ કરતાં એમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થાને મકાઈની ગૂણીની આડમાં જોધપુરથી જામનગર લઈ જવાતો હતો. પોલીસે ટ્રક સાથે કુલ રૂ.26.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીની અટકાત કરી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

(11:51 pm IST)