Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતમાં ACB છટકુ ગોઠવી GST અધિકારી અને CAને ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ પકડ્યા : મીઠાઇના દુકાનદાર પાસેથી મામલાની પતાવટ માટે લાંચ માંગી હતી

સુરત: ACB અે છુટકુ ગોઠવીને GST અધિકારી તથા CAને ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડયા હતા. મીઠાઇના દુકાનદાર પાસેથી મામલાની પતાવર માટે લાંચ માંગી હતી. આરોપીઓની ધરપકડ કરાઇ છે.

સુરતના ઘોડદોડ રોડ પર સૂર્યા કિરણ એપાર્ટમેન્ટ સામે મિઠાઈની દુકાનમાં રેડ કરવામાં આવી હતી. જેમાં અધિકારીએ CAને વચ્ચે રાખી રૂપિયા માંગી પતાવટ કરવાની વાત કરી હતી. દુકાનમાં સર્ચ કરવાના બહાને અધિકારી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની એક મીઠાઈની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં મીઠાઈના વેપારી પાસેથી રૂ. 1.10 લાખની માગણી કરી હતી. જેમાંથી રૂ. 30 હજાર ટેક્સના અને રૂ. 80 હજાર લાંચની રકમ એવી રીતે નક્કી થયું હતું. આખરે રૂ. 40 હજારની વાત નક્કી થઈ. આ રકમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે સ્વિકારવાનું નક્કી થયું હતું. એસીબીની ટીમે છટકું ગોઠવી સીએને રૂ. 40 હજારની લાંચ લેતા પકડી પાડ્યા બાદ જીએસટી અધિકારીની ધરપકડ કરી હતી.

આ લાંચ ઘોડદોડ રોડ પર આવેલી સીએ અભિષેખ વખારીયા દ્વારા લેવાનું નક્કી કરાયું હતું. જેમાં 40 હજાર રૂપિયા સીએને ચૂકવવાના હતા. આમ, એન્ટી કરપ્શન બ્યૂરોએ સમયસર પહોંચીને બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા

(11:50 pm IST)