Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદ અને વ્યારાના માયપુર ગામની સીમમાંથી અધધ ૬૧ લાખનો દારૂ જપ્ત

ગાંધીનગરઃ પોલીસે ૨ મોટી રેડ પાડીને ર જગ્યાએથી રૂ.૬૧ લાખનો દારૂ જપ્ત કરતા સનસનાટી મચી ગઇ છે

અમદાવાદ આરઆરએસલને બામતી મળી હતી કે સરદાર પટેલ રિંગ રોગ પર બાકરોલ સર્કલ પાસેથી દારુ ભરેલી કાર પસાર થવાની છે. જેથી વૉચ રાખી શંકાસ્પદ કાર અટકાવતા કારમાંથી દારુ મળ્યો હતો અને બુટલેગરની પૂછપરછ કરતા નજીકમાં કેમિકલના ગોડાઉનમાંથી તે ડિલિવરી લાવ્યો હોવાનુ જણાતા તે ગોડાઉન પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 35 લાખના કિંમતના વિદેશી દારુની 12434 બોટલો તથા ચાર વાહનો સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત રેન્જ આરઆરસેલની ટીમ દ્વારા ગત રાત્રે વ્યારાના માયપુર ગામની સીમ પાસેથી વિદેશી દારુ ભરેલી ટ્રક ઝડપી પાદી બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી તથા બે આરોપી ફરાર થઇ ગયા હતા. આરોપીઓ મકાઈની બોરીની આડમાં ચોરખાનું બનાવી રાજસ્થાનના જોધપુરથી દારુનો જથ્થો જામનગર લઈ જવાતો હતો. તેમની પાસેથી 26 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારુ મળી આવ્યો હતો તથા 52 હજાર મુદ્દામાલ જપ્ત કરાયો છે. આમ રાજ્યમાં એક જ રાતમાં આરઆરસેલ દ્વારા 61 લાખની કિંમતનો વિદેશી દારુ જપ્ત કરાયો છે.

(8:23 pm IST)