Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતમાં પ્રેમિકાની પ્રેમી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ

સુરતઃ સુરતમાં પ્રેમકાએ પ્રેમી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરતા સનસનાટી મચી ગઇ છે

સુરતમાં એક પ્રેમીકા માટે તેના પ્રેમીએ ત્રણ લોકોનું અપહરણ કરી અને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. માથાભારે શખ્સ અનિલ કાઠી પર આ અપહરણનો આરોપ છે. તેને પોતાની પ્રેમીકાનુ અન્ય સાથે અફેર હોવાની શંકા હતી.

તેણે પ્રેમિકા સહિત ત્રણ લોકોનું અપહરણ કરીને માર માર્યો હતો. અને 2 લોકોના નખ કાઢીને માર માર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.

જ્યારે પ્રેમીકાએ તેના જ પ્રેમી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેથી તેને હાલ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાઈ છેખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:15 pm IST)