Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બનાસકાંઠા જીલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં તોડજોડનું રાજકારણઃ ભાજપના તમામ સભ્યોનો વોકઆઉટ

બનાસકાંઠાઃ જીલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં હોબાળો થતા ભાજપના તમામ સભ્યો બેઠકમાંથી બહાર નિકળી ગયા હતા અને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

66 સભ્યોવાળી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે 36 જયારે ભાજપ પાસે 30 સભ્યોનું સંખ્યાબળ હતુ..શનિવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટે કોંગ્રેસના સભ્યના નામની દરખાસ્ત આવતા ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જોકે તોફાને ચડેલા ભાજપના અમુક સભ્યોને પોલીસે કાયદો બતાવતા

બનાસકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ પદ ની સત્તા ની અટકળો નો અંત આવ્યો હતો કોંગ્રેસે 36 સભ્યો ની બહુમતી થી સતા હાંસલ કરી હતી.જિલ્લા પંચાયત મા ભાજપ પાસે 30 અને કોંગ્રેસ પાસે 36 નું સંખ્યાબળ હતું જોકે આજે કલેકટર ના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણી મા કોંગ્રેસ ના પ્રમુખ ના નામ ની દરખાસ્ત થતા ભાજપી સભ્યો એ હોબાળો કરી મિટિંગ નો વિરોધ કર્યો હતો જોકે તોફાને ચડેલા અમુક ભાજપી સભ્યો ને પોલીસે કાયદો બતાવ્યો હતો.જયારે ભાજપ ના હોબાલા અને વિરોધ વચ્ચે કલેકટરે કોંગ્રેસ ને સતા આપી હતી બહુમતી થી કોંગ્રેસ ના પીનાબેન ઠાકોર પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે જશી બેન દિયા ની વરની કરાઈ હતી કોંગ્રેસે સતા મેળવતા જ સમગ્ર જિલ્લા ની પ્રજા નો આભાર માન્યો હતો

ભાજપી સભ્યો ના હોબાડા ને કોંગ્રેસેઙ્ગ ભાજપ ની નીતિઙ્ગ ગણાવી હતી બનાસકાંઠા ની પ્રજા એ ઠુકરાવેલા નાસીપાસ સભ્યો એ હોબાળો કર્યો હોવાનું ભાજપે ગણાવ્યું હતું. દૂધ ના દાજેલી કોંગ્રેસે છાંછ ફૂંકીને પીધી હતી ભાજપ ની તોડજોડ નીતિ ને લઈ કોંગ્રેસ ના 36 સભ્યો ને અજ્ઞાત વાસ માં રખાયા હતા જોકે આજે ચૂંટણી સમયે જ કોંગ્રેસી સભ્યો ને સભા હોલ મા લવાયા હતા જોકે ભાજપ ના પૂર્વ મંત્રીઓ અને દિગજો ની તોડજોડ ની નીતિ સફળ ન બનતા ચૂંટણી પ્રક્રિયા મા બાધા પહોચાડી હતી જોકે તંત્ર એ કડક હાથે કામ લઈ ચૂંટણી પ્રક્રિયા ભાજપ ના હોબાલા વચ્ચે પૂર્ણ કરી હતી.

(6:50 pm IST)