Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પાટણના સિધ્ધપુરના પશુ ડોકટર ભેંસની લોન માટે ખેડુત પાસેથી રૂ.ર૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પાટણઃ પાટણ જિલ્લાના સિદ્ઘપુરમાં વેટરનરી ડોકટર બે હાજર રૂપિયાની લાંચ લેતા ઝડપાયાં ભેંસ પર લોન લેવા બાબતે હેલ્થ સર્ટીફિકેટ કાઢી આપવા તેમણે એક ભેંસના 500 લેખે ચાર ભેંસના બે હજારની લાંચ માગી હતી. ત્યારે અરજદારે આ મામલે લાંચ રૂશ્વત ખાતાને ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને આધારે એસીબીએ છટકું ગોઠવીને વેટરનરી ડોકટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. ત્યારે ડોકટર નોટ ગળી ગયો. અધિકારએ તેના મોંઢામાંથી નોટ કાઢવાનો પ્રયાસ કર્યો તો તેણે પોલીસ અધિકારીની આંગળીએ બચકાં ભર્યા. ડોકટરને સિદ્ઘપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ પાટણની એસીબી કચેરીએ લઈ જવાયો હતો.

(6:49 pm IST)