Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતના ડીંડોલીમાં લાયસન્સ વગરના વોટર પ્લાન્ટને સીલઃ આરોગ્ય અને ફુડ વિભાગના દરોડા

સુરતઃ સુરતના ડીંડોલી વિસ્તારમાં વોટર પ્લાન્ટ પર આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન બેથી વધુ પ્લાન્ટ સીલ કરવામાં આવ્યા. બીઆઈસીના લાયસન્સ અને લેબોરેટરી વગરના વોટર પ્લાન્ટને સીલ કરાયા છે. આ વિસ્તારમાં દ્યણા ગેરકાયદે વોટર પ્લાન્ટ બેરોકટોક ધમધમી રહ્યાં છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

(6:48 pm IST)