Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદમાં ફી નિયમન મુદ્દે યુનાઇટેડ સ્કુલમાં વાલીઓનો હલ્લાબોલઃ ફી નહિ ભરનાર વિદ્યાર્થીને સ્કુલમાંથી કાઢી મુકવાની ધમકી

અમદાવાદઃ ફી નિયમન કાયદો અમલમાં આવ્યા બાદ પણ અનેક સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે વારંવાર ફીના ઉઘરાણા કરી રહયા છે. ત્યારે અમદાવાદની યુનાઇટેડ સ્કુલમાં ફી મુદ્દે હલ્લાબોલ કરતા દોડધામ મચી ગઇ છે.

 વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓના હલ્લાબોલની સામે શાળા સંચાલકો ઝુકયા છે. શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં સંચાલકોએ સરકારી નિયમ મુજબ ફી વસુલવાની ખાતરી આપતા કેટલાક વાલીઓએ સંતોષ વ્યકત કર્યો છે, તો કેટલાક વાલીઓમાં હજુ પણ અસંતોષ છે. આ સાથે જ જો સમિતિ ફી વધારો કરે તો વધારાની ફી ભરવા પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે. ફી નિયમનના કાયદા બાદ પણ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની ઓછી થવાની જગ્યાએ વધી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલી એલ.પી.સવાણી સ્કૂલે વાલીઓને ફી ભરી જવા ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. પત્રમાં 19 માર્ચ સુધી વાલીઓને ફી ભરી જવા કહેવાયું છે. ફી નહીં ભરનાર વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી છે

(6:46 pm IST)