Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ખેડા એસઓજીએ બાતમીના આધારે કાજીપુરા નજીકથી ટેમ્પામાંથી 165 લીટર દેશી દારૂ સાથે એકની ધરપકડ કરી

ખેડા:એસઓજી પોલીસે ખેડા નજીક કાજીપુરા પાસેથી પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન એક લોડીંગ ટેમ્પીમાંથી દેશી દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી છે. નિયમિત રીતે ખેડા જિલ્લામાંથી અમદાવાદ દેશી દારૂ જતો હોઈ પોલીસે તેનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ ખેડા એસઓજી પોલીસ ખોડ નજીક કાજીપુરા સમાદરા સીમમાં રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોડીંગ ટેમ્પી નં જીજે ૨૭ ડબલ્યુ ૨૬૨૩ આવતા તેને રોકી હતી. તલાશી લેતા તેમાંથી ૬ પ્લાસ્ટીકના કેરબા માં દારૂ નજરે પડ્યો હતો. પોલીસે ૧૬૫ લિટર દેશી દારૂ રૂ.૩૩૦૦નો તથા ટેમ્પીની કિંમત ૬૦,૦૦૦ મળી કુલ રૂ.૬૩,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પીચાલક નવરાજસિંહ અશોકસિંહ ઝાલા (રહે-નારોલ,અમદાવાદ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે.

(6:29 pm IST)