Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બેંકમાં ગીરવી મુકેલ મશીનો બારોબાર વેચી નાખનાર સુરતના દંપતીની ધરપકડ

સુરત: સહરા દરવાજા સ્થિત સુટેક્ષ બેન્કમાંથી રૃ. ૧૯.૫૦ લાખની ક્રેડીટ ફેસીલીટી અને ક્રેડીટ લોન લઇ પરવત પાટીયાના દંપતિએ બેન્કમાં ગિરવે મુકેલા મશીનો વેચી નાંખી છેતરપિંડી કરતા ઉધના પોલીસે દંપતિની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરવત પાટીયા ગાયત્રીનગર સોસાયટી ઘર નં. ૯૨મા ંરહેતા અને જરીકામ કરતા દંપતિ શારદાબેન (ઉ.વ. ૫૪) - રસીકલાલ અમૃતલાલ ઘંટીવાલા (ઉ.વ. ૫૫)એ વર્ષ અગાઉ સહરા દરવાજદા સ્થિત ધી સુટેક્ષ કો.ઓ. બેન્કમાંથી રૃ. ૧૯.૫૦ લાખની ક્રેડીટ ફેસીલીટી અને ક્રેડીટ લોન લીધી હતી. તે માટે દંપતિએ ભાઠેના ગોગાશેરી સ્થિત જરીકસબ મંડળીમાં મુકેલા પોતાની માલિકીના નાના-મોટા સાત જરીકામના મશીનો અને પોતાનું ઘર ગિરવે મુક્યું હતું. જો કે, ઘંટીવાલા દંપતિએ બેન્કના હપ્તા ભર્યા ન હતા અને ગિરવે મુકેલા મશીનો બારોબાર વેચી દીધા હતા. તદ્ઉપરાંત, તેમનો જરીનો રૃ. ૩૬,૮૧,૦૫૦નો સ્ટોક પણ બેન્કની જાણ બહાર ખસેડી લીધો હતો. બેન્ક સાથે છેતરપિંડી કરનાર દંપતિ વિરૃદ્ધ મેનેજર મિતેષભાઇ વિનુભાઇ પચ્ચીગરે ગતરોજ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતિની ધરપકડ કરી હતી.
 

(6:29 pm IST)