Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

માલપુર-ધનસુરા રોડ પર પીકઅપ ડાલાની ટક્કરે ટ્રેક્ટરનો ભુક્કો બોલ્યો

મોડાસા:માલપુર-ધનસુરા માર્ગની સાતરડા ચોકડી પર પીકઅપ ડાલાની જોરદાર ટક્કર થી સર્જાયેલ અકસ્માતમાં ટ્રેકટરના બે ટુકડા થઈ જતાં જ આ અકસ્માત જોઈ સૌ દંગ બન્યા હતા.ઈજાગ્રસ્ત ટ્રેકટર ચાલકને સારવાર અર્થે ખસેડાયો અને અકસ્માત સર્જી ભાગી છુટેલા પીકઅપ ડાલા ચાલક વિરૃધ્ધ ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.
માલપુર તાલુકાના સાતરડા ગામના મેહુલભાઈ રમણભાઈ કોટવાલ આઈશર ટ્રેકટરને પેરણીયું લગાવી ખેતરમાં જઈ રહયા હતા.ટ્રેકટર ચાલક સાતરડા ચોકડી પાસે ટ્રેકટર સાથે માર્ગ ક્રોસ કરી રહયા હતા તે દરમ્યાન ધનસુરા તરફથી પુરઝડપે આવી રહેલ પરપ્રાંતીય પીકઅપ ડાલાના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી ભરી રીતે હંકારી લાવી માર્ગ પરના ટ્રેકટરને ટક્કર મારી દેતાં આ અકસ્માતમાં ટ્રેકટરના બે ટુકડા થઈ ગયા હતા.સાગવાડા(રાજસ્થાન)નો પીકઅપ ડાલા ચાલક અકસ્માત સર્જી પીકઅપ ડાલુ માર્ગ પર છોડી ભાગી ગયો હતો.
જયારે ઈજાગ્રસ્ત ટ્રેકટર ચાલકને સારવાર અર્થે ખસેડી લોકોએ માલપુર પોલીસ સ્ટેશને આ અકસ્માત અંગે જાણ કરી હતી. માલપુર પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધી આરોપી ચાલકને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

(6:26 pm IST)