Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ડ્રાઈવર-ક્લીનરે મળતિયાઓની મદદથી ટ્રકોમાંથી સળીયાની ચોરી કરી બારોબારો વેચી મારવાનું કોભાંગ વડોદરા પોલીસે ઝડપ્યું

અમદાવાદ:ડ્રાઇવર-ક્લિનર અને તેના મળતિયાઓ દ્વારા ટ્રકોમાંથી સળિયાની ચોરી કરી બારોબાર વેચી મારવાના કૌભાંડનો વડોદરા પોલીસે પર્દાફાશ કરી પાંચ શખસોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, અંકલેશ્વરથી પાનોલી જવાના રોડ પર એક વે‌-બ્રિજની બાજુમાં આવેલ ગોડાઉનમાં વિમલ નામનો શખસ હાઇવે પરથી લોખંડના સળિયા ભરી પસાર થતી ટ્રકોનાં ડ્રાઇવર-ક્લિનરની મિલીભગતથી કિંમતી સળિયા કાઢી લઇ બારોબાર વહેંચી મારી આ કૌભાંડ આચરતા હોવાની આરઆરસેલને ગુપ્ત બાતમી મળી હતી.

આ બાતમીના આધારે આરઆરસેલની ટીમે અંકલેશ્વર રોડ પર આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન ગોડાઉની બહાર બે ટ્રેલર અને એક ટેમ્પામાંથી સળિયાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કુલ આશરે રૂ.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

(6:25 pm IST)