Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નોકરી કરતી પત્નીની ઈર્ષા કરી ગાંધીનગરના પતિએ તેને એફબી પર કૉલગર્લ તરીકે ચીતરી દેતા ચકચાર

ગાંધીનગર:માં એક ઇર્ષાળુ પતિએ નીચતાની તમામ હદો વટાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષીત અને નોકરી કરતી પત્ની પ્રત્યે થયેલી ઇર્ષાના કારણે તેણે પોતાની ખુદની પત્નીને કોલગર્લ તરીકે ચીતરી હોવાના કિસ્સાનો એસઓેજીએ પર્દાફાશ કર્યો છે. આ માટે તેણે પોતાની પત્નીનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલ્યુ હતું.

ઓરીજનલ એકાઉન્ટ પરથી તેણે પત્નીના ફોટા કોપી કરી ફેક એકાઉન્ટ પર મુક્યા હતા અને તેણી કોલગર્લ હોવાનું જણાવી મિત્રો અને સગાસબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ એસઓજીએ ફેસબુક પાસેથી ડિટેઇલ મેળવી પતિનો ભાંડો ફોડી નાખ્યો હતો. નીચતા ભર્યા આ કરતુતમાં પોતાનો પતિ જ સંકળાયેલો હોવાનું જાણી એક સમયે પત્ની અચંબામાં પડી ગઇ હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ ન થાય તે માટે તેને સમજાવી હતી. પરંતુ માનસીક રીતે અત્યંત હેરાન થયેલી પત્નીએ પરિવારજનોની વાતને બાજુ પર રાખી પતિ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.

(6:25 pm IST)