Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પ૦૦ કરોડનું દેવુઃ વિદેશ ભાગવાના બદલે ૭૦ ટકા મિલ્કતો વેચી કરજ ચુકવ્યુ

માલ્યા, મોદી, ચોકસી જેવા ડિફોલ્ટરોએ અનુસરવા જેવું...!!: સુરતના હિરાના ઉદ્યોગપતિ મનજીભાઇએ બેન્કોનું લેણું ચુકવી ઉદાહરણ પુરૂ પાડયુ

અમદાવાદ : આજે રોજ દેવું કરી ફલાણી કંપની ઉઠી ગઇ અને ફલાણો ઉદ્યોગપતિ દેશ છોડી ભાગી ગયા તેના સમાચારોની ભરમાર હોય છે, પણ સુરતમાં એક એવા પણ  હિરાના  ઉદ્યોગપતિ છે કે જેમણે પોતાની ૭૦ ટકા મીલકતો વેંચી રૂપિયા ૫૦૦ કરોડની બેક લોન ભરી દીધી છે.

આ ઉદ્યોગપતિની કથા ખરેખર તો ૧૯૭૬ થી શરૂ થાય છે અમરેલી પાસેના લાઠીથી ધોરણ-૪ પાસ કરી તેર વર્ષની ઉમરે મનજીભાઇ ધોળકિયા સુરત કામ ધંધા માટે આવ્યા હતા અને ત્યારથી તેમણે સુરતમાં હિરા ઘસવાની શરૂઆત કરી હતી સાત વર્ષ બાદ વી વર્ષની ઉંમરે તેમણે પોતે હિરા ઘસવાની ઘંટી ખરીદી નાના પાયે હિરાનો વેપાર શરૂ કર્યો. કોઠા સુઝને કારણે તેમણે ૧૯૮૮માં ભવાની જેમ્સ નામની પોતાની કંપનીની શરૂઆત સુરતમાં કરી હતી ૨૫ વર્ષની ઉમરે શરૂ કરેલી ભવાની જેમ્સનું પહેલા વર્ષનું જ ટનઓવર ૨૮ કરોડ રૂપિયા થયુ હતુ. ત્યાર બાદ મનજીભાઇ ધોળકિયાએ મુંબઇથી લઇ વિદેશ સાથે પણ હિરા વેપાર શરૂ કર્યો હતો. સુરત સહિત મુંબઇમા પણ ભવાની જેમ્સની બ્રાન્ચો ખુલી ગઇ હતી. ધંધાના વિકાસ માટે તેમણે બેન્કો પાસેથી લોન લઇ ધંધાનો વિકાસ કર્યો અને તેમનું ટનઓવર અને હજારનો આંકડો પાર કરી ૧૨૦૦ કરોડ સુધી પહોંચી ગયુ હતુ. બેન્કોમાંથી લીધેલી લોનની નિયમિત ચુકવણી થતી હોવા છતાં દોઢ વર્ષ પહેલા પેઢીઓ ઉઠી જવાની અને બેન્કોની લોન ડુબી જવાના સમાચાર આવવા લાગ્યા ત્યારે મનજીભાઇ ધોળકિયાને લાગ્યુ કે બેન્કની લોન હું ભપરાઇ કરીશ નહી ત્યાં સુધી મને સુખ મળશે નહી.

ધંધો ઓછો કરવા પડે તો પણ વાંધો નથી, પણ લોન બાકી રહેવી જોઇએ નહી નિર્ધાર સાથે મનજીભાઇએ સ્ટેટ બેંન્ક ઓફ ઇન્ડીયા સહિત વિવિધ બેન્કોમાંથી લીધેલી લોનની રકમ રૂપિયા ૫૦૦ કરોડ થતી હતી. જે માટમ તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર અમદાવાદ-સુરત અને મુંબઇમાં રહેલી પોતાની કમાણીમાંથી ખરીદેલી મિલ્કતો પૈકી ૭૦ ટકા મિલકતો વેંચી બેન્કના પાંચસો કરોડ રૂપિયા બેન્કની લોન ભરપાઇ કરી દીધી સ્વભાવીક છે કે લોન ભરપાઇ કરવા માટે મીલકતો વેંચતા આજે ભવાની જેમ્સનું ટર્નઓવર ઘટીને ૭૦૦ કરોડ થઇ ગયું છે.(૧.૧૪)

(4:13 pm IST)