Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મિશ્ર ધાતુ નિગમ લિ.નો આઈપીઓ ૨૧મીએ ખુલશે, ૨૩મીએ બંધ થશે

અમદાવાદઃ સ્પેશ્યલ સ્ટીલ, સુપરએલોપ્સ અને ભારતમાં ટાઈટેનિયમનું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (મિધાની) તેની ઈનિશિયલ પબ્લિક ઓફર ૨૧માર્ચનાં રોજ લાવશે. જે ૨૩ માર્ચનાં રોજ બંધ થશે. જેની પ્રાઈઝ બેન્ડ કંપનીનાં રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતી ઈકિવટી શેરદીઠ રૂ.૮૭ થી ૯૦ સામેલ છે. આ ઓફર સંરક્ષણ મંત્રાલય વતી ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા વેચાણ માટેની ઓફર છે.

આઈપીઓમાં લાયક કર્મચારીઓ દ્વારા ૧,૮૭૩,૪૦૦ ઈકિવટી શેર અને ૪૬,૮૩૫,૦૦૦ ઈકિવટી શેરની ચોખ્ખી પબ્લિક ઓફર સામેલ છે. આ ઓફરનો ઉદ્દેશ છે કે કંપનીની પ્રી-ઓફર પેઈડ અપ ઈકિવટી શેર મૂડીનાં વિક્રેતા શેરધારકનાં ૨૬ ટકા હિસ્સાનાં ૪૮,૭૦૮,૪૦૦ ઈકિવટી શેરનાં લિસ્ટિંગનો લાભ લેવાનો છે. કંપની ઓફરમાંથી પ્રાપ્ત થતાં ભંડોળનો ઉપયોગ નહીં કરે અને આ ભંડોળ શેરધારકને મળશે.(૩૦.૯)

(2:50 pm IST)