Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાલે ચેટીચંડ નિમિતે અમદાવામાં નિકળશે શોભાયાત્રાઃ વિજયભાઈ હસ્તે પ્રારંભ

(કેતન ખત્રી) અમદાવાદઃ ચેટીચંડ સિંધી ફેસ્ટિવલ કલ્ચરલ કમીટી ચેટીચંડ ડે કમીટી અને ચેટીચંડ મેલા કમીટીના સંયુકત ઉપક્રમે તા.૧૮ રવિવારના રોજ સિંધી સમાજ નવું વર્ષ એટલે ઈષ્ટ દેવતા ભગવાન પૂ.ઝુલેલાલનો જન્મ દિવસ ''ચેટિચંડ'' ચૈત્ર સુદ બીજના શુભ દિવસે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના નરોડા પાટીયાથી સરદારનગર સુધી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં બપોરે ૨ વાગે આ શોભાયાત્રાનો પ્રારંભ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સિંધી સમાજના સંતો સાંઈ સંજયકુમાર મસંદ અને સાંઈ મોનુરામ દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા કન્વીનર બલરામ થાવાણી, મનોજ કુકરાણી અને પૂર્વ ધારાસભ્ય ગોપાલદાસ ભોજવાણીએ જણાવ્યું હતું કે આ શોભાયાત્રામાં શણગારેલી ટૂકો જુદી- જુદી ઝાંકીઓ, જેમ કે બેટી પઢાવી, ભ્રષ્ટાચાર, દહેજ વગેરે અલગ- અલગ સંદેશો આપતી ઝાંકીઓ હશે એ સિવાય શિવ- પાર્વતી, ભગવાન ઝુલેલાલ, તેમજ જુદા- જુદા વિષયો ઉપર ઝાંકીઓ હશે. ઉપરાંત બહેરાણા સાહેબમ છે જ (સિંધી લોક નૃત્ય) જુદા- જુદા કરતાબો કરતા યુવાનો, ડી.જે.બેન્ડ બાજા સાથે આ શોભાયાત્રા નીકળશે.(૩૦.૯)

(2:47 pm IST)