Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતમાં ર૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ : ૬ આરોપીઓની અટકાયત : તપાસનો ધમધમાટ

હિરાનગરી સુરતના ઇતિહાસમાં મોટી લૂંટને ત્રણ દિવસમાં ભેદ ઉકેલતી પોલીસ : હાશકારો : સત્તાવર જાહેરાત બપોર બાદ

રાજકોટ, તા. ૧૭ :  હિરાનગરી સુરતમાં થયેલી ચકચારી લૂટનો ભેદ ખોલવામાં પોલીસને આખરે સફળતા મળી છે.

સુરતના કતારગામની ગ્લોસ્ટાર કંપનીના કર્મચારીને મારમારી ફાયરીંગ કરી રૂ. ર૦ કરોડના હિરાની સનસનીખેજ લૂંટ ચલાવવાનો બનાવ બનતચા સગમ્ર ગુજરાત રાજયમાં ખળભળાટ મચી ગયો હતો.

સુરતમાં સેફ ડીપોઝલીટ વોલ્ટમાં ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારીઓ કારમાં રૂ. ર૦ કરોડના રર૦૦ કેરેટના હિરા મુકવા જતા હતા લૂૂટારૂઓને બે રાઉઝડ કાર ઉપર ફાયરીંગ પણ કર્યા હતા.

પોલીસે લૂંટની તપાસ માટે ૧પ થી વધુ ટીમોને કામે લગાડી હતી. આખરે પોલીસે ૬ શખ્સોની અટકાયત કરી છે. જેની સત્તાવર જાહેરાત બપોરે બાદ થનાર છે.

(11:56 am IST)