Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ખાંડના ભાવોને મંદીનું ગ્રહણઃ કિવન્ટલે ૧પ૦ થી ર૦૦નો ઘટાડો

કેન્દ્ર સરકાર ટુંક સમયમાં સરપ્લસ સ્ટોક નિકાસનો નિયમ જાહેર કરશેઃ સરપ્લસ સ્ટોક વધવાના ભયથી વેચવાલી વધી

રાજકોટ તા. ૧૭ :.. ખાંડ બજારમાં મંદી  વકરી રહી છે. ઇન્ડિયન સુગર મીલ એસોસીએશન દ્વારા ખાંડના ઉત્પાદનનાં અંદાજમાં વધારો કરવામાં આવ્યા બાદ ભાવ સતત ઘટી રહ્યા છે.

ગુજરાત-મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૦-૧પ દિવસમાં કિવન્ટલે રૂ. ૧પ૦ થી ર૦૦ નો ઘટાડો થયો છે, જયારે નવી દિલ્હીમાં હોલસેલ બજારમાં શુક્રવારે એક જ દિવસમાં રૂ. ૧૦૦ નો ઘટાડો થયો હતો. આગળ ઉપર બજારનો ટોન હજી પણ નરમ દેખાય રહ્યો ેછે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર ટુંકમાં જ ફરજિયાત મિલો માટે સરપ્લસ સ્ટોકને નિકાસ કરવાનો નિયમ જાહેર કરે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ખાંડના ભાવ એકસ મીલ રૂ. ૩૧૬૦ થી ૩ર૬૦ ની વચ્ચે  કવોટ થઇ રહ્યા છે. જયારે મુંબઇ નાકાનાં  ભાવ ઘટીને રૂ. ૩૦પ૦ ની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આ ભાવ ચાલુ મહિનામાં અંત સુધીમાં રૂ. ૧પ૦ થી ર૦૦ ના ઘટાડો થયો છે.

ખાંડમાં ઘટાડા અંગે વેપારીઓનું કહેવું છે કે ખાંડના ઉત્પાદનનો અંદાજ ર૯પ લાખ ટને પહોંચી જતા સરપ્લસ સ્ટોક વધી જશે. આવી સ્થિતિમાં મિલોની વેચવાલી વધી છે અને બલ્ક ગ્રાહકોને એવી આશા છે કે ખાંડના ભાવ નીચા જ રહેવાનાં છે, જેને પગલે ખરીદી જરૂરીયાતની તુલનાએ ઓછી કરી રહ્યાં છે, પરિણામે ભાવ તુટી રહ્યાં છે.

તેમણે વધુમાં કહયું કે સરકાર દ્વારા ખાંડની નિકાસ ડયુટી ર૦ ટકા દૂર કરવાથી મંદી અટકશે નહીં, પરંતુ નિકાસ ઉપર પ્રોત્સાહને પણ જાહેર કરવા પડશે. જો આવું થશે તો જ ખાંડની બજારમાં મંદી અટકશે. વૈશ્વિક ભાવ પણ નીચા હોવાથી ખાંડની નિકાસ ઉપર હાલ કિવન્ટલે રૂ. પ૦૦ થી ૬૦૦ ની ડીસ્પેરીટી ચાલે છે.

(11:53 am IST)