Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના ઘરમાંથી 9,50 કરોડ સહીત 200થી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો :હૈદરાબાદના સલીમ કુરેશી સહીત ત્રણ ઝડપાયા

પાર્લે પોઈન્ટમાં વિસ્તારમાં થયલે 6,79 લાખની ચોરીનો ભેદ ઉકેલવા ઉમરા પોલીસે કારની નંબરના આધારે મુંબઈ અને ત્યાંથી હૈદરાબાદ પહોંચી

સુરત :અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના મકાન સહીત 200થી વધુ જગ્યાએ ચોરીનો ભેદ ઉકેલાયો છે પાર્લે પોઇન્ટના સીમંધર એપાર્ટમેન્ટમાં થયેલ 6,79 લાખની ચોરીની તપાસમેં છેક હૈદરાબાદ સુધી તાર પહોંચ્યા હતા ચોરીનો ભેદ ઉકેલવા ઉમરા પોલીસે કારના નંબરના આધારે પગેરું મેળવતા હૈદરાબાદના રીઢા સલીમ સહીત ત્રણને ઝડપી લીધા હતા તેની પૂછપરછમાં ઉક્ત ચોરીઓની કબૂલાત અપાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી

  પાર્લે પોઈન્ટ સીમંધર એપાર્ટમેન્ટમાં રહેતા ઝીંગા તળાવના માલિકના ફલેટમાંથી ૬.૭૯ લાખની મતાની થયેલી ચોરીમાં પોલીસે હૈદરાબાદના રીઢા સલીમ કુરેશી સહિત ત્રણ જણાને ઝડપી લીધા હતા અને પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સલીમ કુરેશીએ અંડરવર્લ્ડ ડોન છોટારાજનïના મકાનમાંથી ૯.૫૦ કરોડ સહિત ૨૦૦ ઉપરાંત ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

 અંગેની વિગત મુજબ પાર્લે પોઈન્ટ ઍચડીઍફસી બેન્કની ગલીમાં સીમધંર એપાર્ટમેન્ટમાં રહેતા ઝીંગા તળાવના માલિક વિપુલ સુભાષ મુન્સીના મકાનમાંથી રોકડા ૨,૫૦,૦૦૦ અને સોના તથા ડાયમંડના ઘરેણા જેની કિંમત ૪,૨૯,૦૦૦ મળી કુલ ૬,૭૯,૦૦૦ની મતા ચોરી થઈ હતી. આ ચોરીમાં પોલીસે આંધ્રપ્રદેશના હૈદરાબાદથી કુખ્યાત મુંબઈના સલીમ ઉર્ફે મુન્ના મોહમંદ હબીબ કુરેશી, પ્રકાશ ભારત-મોહન સોનવણે અને રવિન્દ્ર ઉર્ફે રવિ શાંતારામ તાવડેને ઝડપી પાડ્યા છે પોલીસે ટોળકી પાસેથી ૪.૨૯ લાખના દાગીના,રોકડા ૧,૦૨,૦૦૦ અને કાર કબજે કર્યા હતા
  પોલીસ આરોપી સુધી કાર નંબરના આધારે પહોંચી હતી. ટોળકીની પૂછપરછમાં માસ્ટર માઈન્ડ સલીમ કુરેશી ૧૮ વર્ષથી ચોરી કરે છે. સન ૨૦૦૧માં અંડરવર્લ્ડ ડોન છોડા રાજનના ઘરેથી ૯.૫૦ કરોડની સહિત ૨૦૦ જેટલી ચોરીની કબુલાત કરી છે જેમાંથી ૧૬૫ ચોરીમાં પકડાયો છે. પોલીસે ત્રણેય જણાની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

  ઉમરા પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મુંબઈ આરટીઓમાં તપાસ કરતા કાર સુરેશ ઍકનાથ મોરેની હોવાનું બહાર આવતા પોલીસની ટીમ સુરેશ પાસે પહોંચી હતી. સુરેશની પૂછપરછમાં કાર રવિન્દ્ર તાયડેને વેચી હતી અને તે સલીમ સાથે હૈદરાબાદ હોવાનું બહાર આવતા પોલીસે કેસની ગંભીરતા સમજી મુંબઈ ડોમેસ્ટિક ઍરપોર્ટથી હૈદરાબાદ પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસની મદદથી સલીમ સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા.

(9:34 am IST)