Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બોર્ડની પરીક્ષા આપવા જતી કુંજરાવની કિશોરીને કન્ટેનરે કચડી નાખતા કરૂણમોત :લોકોએ કન્ટેનરમાં આગ લગાડી

અકસ્માત બાદ ચાલક ભાગતા લોકોએ પીછો કરતા કન્ટેનર મૂકી નાસી ગયો

આણંદ ;એસએસસી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી કુંજરાવની કિશોરીને પરીક્ષાનાં સેન્ટર પાસે કંટેનરે અડફેટમાં લઈ કચડી નાંખતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.અસ્માત સર્જયા બાદ વાહન લઈને ભાગી રહેલાં ચાલકનો ગ્રામજનોએ પિછો કરતાં થોડે દુર વાહન મુકીને ભાગી ગયો હતો ઉશ્કેરાયેલા લોકોએ કંટેનરને આંગ લગાડી હતી ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયરબ્રીગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયાં હતાં અને કંટેનરને લાગેલી આગ બુજાવી હતી. ગ્રામ્ય પોલીસે સમગ્ર ઘટના અંગે કિશોરીનાં કાકાની ફરીયાદનાં આધારે કંટેનર ચાલક સામે અકસ્માત કરી ભાગી જવાનો ગુનો દાખલ કર્યો છે.

  પોલીસ પાસેથી મળતી વીગતો અનુસાર કુંજરાવનાં ભીલેશ્વરમાં રહેતી ઠાકોર ઉર્મીલાબેન સુરેશભાઈને ધો-૧૦ની પરીક્ષા હોય તેણી પોતાનાં કાકાની મોટર સાયકલ પાછળ બેસી સામરખા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે જવા નીકળી હતી અને તેઓની મોટર સાયકલ ભાલેજ આણંદ રોડ પર દલાપુરા નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતાં કંટેનરનાં ચાલકે મોટર સાયકલને ટકકર મારતાં પાછળ બેઠેલ ઉર્મીલાબેન ઉછળીને રોડ પર પટકાયાં હતાં જેથી કંટેનરનાં તોતીંગ વ્હીલ ઉર્મીલાબેન પર ફરીવળતાં કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.જયારે મોટર સાયકલ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
   અકસ્માત સર્જયા બાદ કંટેનર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં સ્થાનીક લોકોએ કંટેનરનો પીછો કરતાં કંટેનર ચાલકે થોડેક દુર જઈ કંટેનર મુકી ફરાર થઈજતાં ઉસ્કેરાયેલા લોકોએ કંટેનરને આગ ચાંપી સળગાવી મુકતાં આણંદ ફાયરબ્રીગેડને તેની જાણ થતાં ફાયરબ્રીગેડનાં લાસ્કરો ઘટનાં સ્થળે દોડી ગયાં હતાં અને કંટેનરમાં લાગેલી આગ ઓલવી હતી. ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક કીશોરીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડી દીપી હતી તથા તેના કાકા નરેન્દ્રભાઈ રમણભાઈ ઠાકોરની ફરીયાદના આધારે આ બનાવ અંગે કંટેનરનાં ચાલક વિરૃદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

કુંજરાવ ગામની દિકરી ઉર્મીલાબેના પિતા ખેતી કરે છે અને સંતાનોમાં તેમને બે દીકરીઓ હતી. ઉર્મીલા દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને અભ્યાસમાં સારી હોવાથી તેમનાં સુરેશભાઈ તેને વધુ આગળ ભણાવવા માંગતાં હતાં. અચાનક આ અકસ્માતમાં તેનું મોત નિપજવાનાં કારણે સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

(9:34 am IST)