Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પાટણ જિલ્લામાં ચાર કોપી કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમ્યાન 4 કોપી કેસ નોંધાયા છે. વારાહીની નૂર મહંમદ સ્કૂલ, શંખેશ્વરની ગ્રામ ભારતી તેમજ હારીજની આર ડી ઠક્કર સ્કૂલમાં કોપી કેસની ઘટના બહાર આવી છે.

  વારાહીની નૂર મહંમદ સ્કૂલમાં વિદ્યાર્થી ચાલુ પરીક્ષા દરમ્યાન બાથરૂમ જવાનું કહી કોટ કુદીને ફરાર થઈ ગયો છે. જ્યારે હારીજની સ્કૂલમાં મોબાઈલથી કોપી કરતાની ઘટના સામે આવી છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. તો બીજી તરફ પાટણની એમ એમ હાઈસ્કૂલમાં ધોરણ 12ના અર્થશાસ્ત્રના પેપરમાં અપેક્ષિત લઈને પેપર લખવા જતો વિદ્યાર્થી ઝડપાયો છે.

(9:34 am IST)