Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મહેસાણા જિલ્લામાં કાળચક્ર:પાંચ અકસ્માતમાં ત્રણ મોત :ચાર ઘાયલ

વાહન ચાલકો વિરુધ્ધ મહેસાણા તાલુકા, સાંથલ, લાંઘણજ, વડનગર અને ખેરાલુ પોલીસે ગુન્હા નોંધ્યા

મહેસાણા જિલ્લામાં અલગ અલગ પાંચ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજયાં હતાં. જયારે અન્ય ૪ વ્યકિતઓ ઘાયલ થઈ હતી આ ઘટનાઓ અંગે અકસ્માત કરનાર વાહન ચાલકો વિરુધ્ધ મહેસાણા તાલુકા, સાંથલ, લાંઘણજ, વડનગર અને ખેરાલુ પોલીસે ગુના નોંધ્યા હતા.

 

  પાલાવાસણા નજીક એસ.ટી. બસના ટાયર નીચે જ ૮ વર્ષની કિશોરી ચગદાઈ હતી એનું તેનું મોત નિપજયું હતું.

 

   લાંઘણજ પી વડસ્મા જતાં રોડ ઉપર મેલડી માતાના મંદિર પાસે મોટર સાયકલ ઉપર પસાર થતાં ચાવડા શકિતસિંહ બળવંતસિંહના બાઈકને આઈસર ગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વડસ્માના વાહન ચાલકનાં પાછળ બેઠેલા બહેનનું મોત નિપજયું હતું. આઈસર ગાડી નં.જીજે.ર.વીવી. પ૯ર૮ના ચાલક વિરુધ્ધ લાંઘણજ પોલીસે ગુનો નોંધ્યો હતો.

  વડનગર તાલુકાના સુંઢિયા ગામના ઠાકોર ઉમરજી મહેલાદજી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થતાં હતાં ત્યારે ટ્રેકટરના ચાલકે વાહન પુર ઝડપે હંકારી મોટર સાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતાં ઠાકોર ઘુમરજી પ્રહલાદજીનું કરુણ મોત નિપજયું હતું. અકસ્માત કરનાર ટ્રેકટર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. વડનગર પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામું કર્યું હતું.

  આ ઉપરાંત ખેરાલુ વડનગર રોડ ઉપર રૃપેણ નદીના પુલપાસે ઈકો ગાડીને સામેથી આવતી અન્ય કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સુંઢિયા ગામના ઈકો ગાડીના ચાલક રમેશભાઈનું મોત નિપજયું હતું. જયારે અન્ય એક મુસાફરને ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત હેડુવાહનુમંત ગામ નજીક મોટર સાયકલ ચાલકે રસ્તામાં રમતા બાળકને ટક્કર મારી હતી. બેચરાજીના નદાસા રોડ ઉપર પણ ઈકો ગાડીએ એકિટવાને ટક્કર મારી હતી. આમ મહેસાણા જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણનાં મોત નિપજયાં હતાં અને ચાર દાખલ થયાં હતાં.

(2:48 pm IST)