Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતમાં હિરાના વેપારીનો પુત્ર ભૌતિક સુખો છોડીને વૈરાગ્યનુ જીવન જીવવા આગળ વધશેઃ રવિવારે ભવ્ય શાહ દિક્ષા લેશે

સુરત : 12 વર્ષની ઉંમરમાં સંસારમાં ભૌતિક સુખોને ક્ષણિક માનનાર હીરા વેપારીનો પુત્ર વૈભવી જીવનનો ત્યાગ કરી વૈરાગ્યનું જીવન જીવવા જઈ રહ્યો છે. 19 મી એપ્રિલના રોજ ભવ્ય શાહ દીક્ષા લેવા જઈ રહ્યો છે. ભવ્ય શાહ સ્પોર્ટ્સ કારનો ચાહક છે આજ કારણ છે કે ભવ્યની મુહૂર્ત યાત્રામાં તેની પસંદગીની ફરારી કારમાં યાત્રા કાઢવામાં આવી હતી.

સુરતના હીરા વેપારી દીપેશ શાહનો 12 વર્ષીય પુત્ર ભવ્ય 19મી એપ્રિલના રોજ જૈન મુનિ બનવા જઈ રહ્યો છે. ઈમ્પોર્ટન્ટ સ્પોર્ટ્સ કારનો ચાહક ભવ્ય હવે સંયમ અને ત્યાગના માર્ગ પર ચાલવાનું પ્રણ લીધુ છે. ભવ્યની દીક્ષા કાર્યક્રમ અગાઉ નીકળેલા મુહૂર્ત યાત્રામાં તે પોતાની ફેવરિટ ફરારી કારમાં બેસીને આવ્યો હતો સાથે ઓપન જીપ્સીમાં નાચતો ગાતો નજરે જોવા મળ્યો હતો. ભવ્યને માત્ર મોંઘી સ્પોર્ટ્સ કારનો જ શોખ નથી ગોગલ્સ અને ફરફ્યુમ તેને ખૂબ જ પસંદ છે. ભવ્ય પાસે ખાસુ કલેક્શન પણ જોવા મળે છે. પરંતુ પોતાની લકઝરી જીવનને ત્યાગીને તે પોતાના નામની જેમ ભવ્ય દીક્ષા લેવા જઈ રહ્યો છે. 19 એપ્રિલ ના રોજ સવારે 8 કલાકે તે આચાર્ય રશિમરત્નસુરી મહારાજના હસ્તે દીક્ષા લેશે.

ભવ્ય ધોરણ 6માં 79 ટકા મેળવી ચુક્યો છે. હાલ દીક્ષાને ધ્યાનમાં રાખી ભણતર છોડી સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરી રહ્યો છે. ભવ્યે જણાવ્યું કે તે મોટો થઈને સ્પોર્ટ્સ કાર ચલાવવા માંગતો હતો. પરંતુ જ્યારે ચાર વર્ષ અગાઉ તેની બહેન પ્રિયંશીએ દીક્ષા લીધી ત્યારે તેને લાગ્યું કે આ ભૌતિક સંસારમાં માત્ર પાપ અને અહિંસા છે અને એનાથી કાયમી સુખ મળી શકે નહીં. આ માટે તે પણ પોતાની બહેનની જેમ દીક્ષા લેવા નિર્ણય લીધો.

મોંઘી ગાડીઓના ચાહક ભવ્યને લાગ્યું કે જે સુખ સંન્યાસી જીવનમાં ઉઘાડા પગે ચાલવામાં છે તે સુખ મોંઘી ગાડીયોમાં ચાલવાથી નથી મળતું. ભવ્યની માતા પીકા શાહે જણાવ્યું કે ખૂબ જ લાડકો છે તેમના માટે, એક બાજુ તેની દીક્ષા લેવાના નિર્ણયને લઈ ખુશી પણ છે ત્યારે બીજી બાજુ ચિંતા પણ છે કે તે આટલી નાની ઉંમરે કેવી રીતે પોતાની કાળજી રાખશે. તેમના ત્રણ બાળકો છે. મોટો પુત્ર ભણતર કરી રહ્યો છે અને પુત્રી દીક્ષા લઇ ચુકી છે જ્યારે ભવ્યની દીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ ઇચ્છતા હતા કે તેમના ત્રણેય બાળકો દીક્ષા લઇ સંયમ ના માર્ગે ચાલે.

ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં 1000 કિમીનો જૈન મુનિઓ સાથે વિહાર કરી ચુક્યો છે. સાંજ થવા પહેલા ભોજન કરી લે છે અને સાંસારિક વસ્તુઓનો અત્યારથી ત્યાગ કરી ચૂક્યો છે. જેના લીધે તેને દીક્ષા લેવાની અનુમતિ મળી છે. સાંસારિક જીવનમાં દુઃખ સિવાય ક્ષણિક સુખ છે જેથી આ જીવનમાં કશું રહ્યું નથી.

(8:44 pm IST)