Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદના કરજણ ટોલનાકા પાસે ૩ શખ્સો રૂ.૧.૫ કરોડના ચરસ સાથે ઝડપાયા

અમદાવાદઃ કરજણ ટોલનાકા પાસેથી NCBએ રૂ. 1.5 કરોડનું ચરસ પકડ્યું છે. પોલીસ ચરસના જથ્થા સાથે 3 આરોપીઓની કરી અટકાયત કરી વધુ પૂછપર કરી રહી છે.

મળતી વધુ વિગત મુજબ, બાતમી મળ્યાના આધારે NCBએ અમદાવાદના કરજણ ટોલનાકા પાસેથી રૂ.1.5 કરોડનું ચરસ પકડી પાડ્યું છે. ચરસ સાથે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. પોલીસે ત્રણે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

(8:39 pm IST)