Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ધોમધખતા તાપમાં પાણી પ્રશ્ને વિરમગામની મહિલાઓનો હોબાળોઃ ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બરના દરવાજે બંગડીઓ લટકાવી

વિરમગામઃ ધોમધખતા તાપમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે વિરમગામની મહિલાઓઅે પણ પાણી પ્રશ્ને પાલિકા કચેરીમાં હોબાળો મચાવીને પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બરના દરવાજે બંગડીઓ લટકાવી દેતા દોડધામ  મચી ગઇ હતી.

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝની મહિલાઓ રણચંડી બની હતી.અને થાળી અને વેલણ વગાડતા વગાડતા વિરમગામ નગરપાલીકા ઓફિસ પહોચી હતી. જયાં નગરપાલીકાએ આવેદન પત્ર આપ્યુ હતુ. જો કે ચીફ ઓફિસર તથા પ્રમુખ ઓફિસ આવ્યા ન હોવાથી ચેમ્બરના દરવાજા પર મહિલાઓ દ્વારા બંગડીઓ લગાડવામાં આવી હતી.

મહિલાઓએ કહ્યુ હતુ કે એક અઠવાડીયામાં જરૂરીયાત મુજબનું પાણી પુરતા ફોર્સથી આપવામાં નહિ આવે તો. મંગળવાર સવારે ૧૦.૦૦ કલાકથી સેવા સદન ખાતે ઉપવાસ ઉપર બેસવાની ગંભીર ચીમકી આપી હતી. અનેક મહિલાઓ થાળી અને વેલણ વગાડતા વગાડતા વિરમગામ નગરપાલીકા ઓફિસ પહોચી હતી.

વિરમગામ શહેરના સિધ્ધનાથ મહાદેવ પાસે આવેલ નીલકંઠ રો બંગ્લોઝ સહિત અનેક સોસાયટી વિસ્તારોમાં છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી નગરપાલીકા દ્વારા જરૂરીયાત મુજબનું પાણી પુરૂ પાડવામાં ન આવતા આશરે 50 થી વઘુ  મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓ થાળી અને વેલણ વગાડતા વગાડતા નગરપાલીકા ઓફિસ પહોચી હતી અને ચીફ ઓફિસર તથા પ્રમુખ આવ્યા ન હોવાથી તેમની ચેમ્બરના દરવાજા પર મહિલાઓ દ્વારા બંગડીઓ લગાડવામાં આવી હતી.

વિરમગામ નગરપાલીકામાં આવેલન પત્ર આપીને નીલકંઠ રો બંગ્લોઝ સહિત સોસાયટી વિસ્તારના રહીશોએ જો એક અઠવાડીયામાં જરૂરીયાત મુજબનું પાણી પુરતા ફોર્સથી આપવામાં નહિ આવે તો તારીખઃ-૨૭/૦૩/૧૮ને મંગળવાર સવારે ૧૦.૦૦ કલાકથી સેવા સદન ખાતે ઉપવાસ ઉપર બેસવાની ગંભીર ચીમકી આપી છે.

(6:58 pm IST)